આ તેલનો આવી રીતે ઉપાય કરવાથી તમને સાંધા અને ગોઠણના દુખાવામાંથી મુક્તિ આપશે…

વ્યક્તિ શરીરને નિરોગી બનાવવા માટે કેટલાય પ્રયાસો કરતો હોય છે, મોટી ઉંમરે અથવા તો વધુ કામ કરવાથી કેટલાક વ્યક્તિઓને ગોઠણ અને સાંધાનો દુખાવો થતો હોય છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી હોય છે

તેમ તેમ વ્યક્તિના હાડકા ગસાવવાથી, કેલ્શિયમની ઉણપ થવાથી પણ આ તકલીફ પડી શકે છે. આપણા સાંધામાં એક લુબ્રીકેન્ટસ નામનું તત્વ હોય છે તે ઉંમરની સાથે સાથે ઓછું થતું જાય છે, જેથી હાડકામાં ઘસારો વધી જાય છે, અને આવી રીતે સાંધાનો દુખાવો થાય છે.

આ દુખાવાને દૂર કરવા માટે લોકો પેનકિલર લેતા હોય છે, અને આ પેનકિલરની જ્યાં સુધી અસર રહેતી હોય છે. તેના પછી ફરીથી દુખાવો થતો હોય છે. જેમ વધુ પડતી આવી ગોરીઓ લીવર અને કિડનીની ઉપર અસર કરે છે.

જેથી આજે આપણે જાણીએ એક એવો ઘરેલુ ઉપાય કરવાનો છે. આ ઉપાય કરવા માટે ૧૦૦ ML જેટલું સરસવનું તેલ લેવાનું છે. આ તેલમાં એક ચમચી સૂંઠ પાઉડર નાખવાનો છે, સૂંઠએ સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ રૂપ થાય છે.

ત્યારબાદ આ તેલમાં એક ચમચી સુંઠ નાખીને તેને ગરમ કરવા મુકવાનું છે, થોડુંક હૂંફાળું થાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. આ તેલને નીચે ઉતારીને કપૂરની ૩ ટીકડીનો ભૂકો નાખવાનો છે, ત્યારબાદ આ તેલને એક કાચની બોટલમાં રાખી દેવાની છે,

થોડો સમય રાખી દઈને તેને ગાળી દેવાનું છે. આ તેલને રાત્રે સુધી પહેલા જ્યાં દુખાવો થતો હોય ત્યાં માલિશ કરવાની છે. જયારે પણ તમે આ તેલની માલિશ કરવાના હોય તેની પહેલા થોડુંક તેલને હૂંફાળું ગરમ કરીને જ માલિશ કરવાની છે. જેથી સાંધાના, ગોઠણના અને સ્નાયુના દુખાવા પણ દૂર થઇ જશે. ઉપાય કરતી પહેલા એક વાર ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!