આ શિક્ષકને મળી હતી ૧૦૭ કરોડના પગારની ઓફર, પણ આ કારણથી તેઓએ ઓફર નકારી દીધી…

આપણી આ દુનિયામાં શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ હાલના આ જમાનામાં આ ગુરુ તેમના વિધાર્થીઓને મફતમાં શિક્ષણ આપે તો તેમના પ્રતિ સ્પર્ધીઓને તે નથી ગમતું. આજે આપણે એવાજ એક શિક્ષકની વિષે વાત કરીશું. જેમનું નામ ખાન સર છે, તેઓનો જન્મ મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં થયો હતો.

ખાન સરએ તેમની એક યૂટ્યૂબ ચેનલ ઉપર સાચા શિક્ષણનું માર્ગદર્શન અને એજ્યુકેશન વિડિઓ તેમના વિધાર્થીઓને આપે છે, જેથી લોકો જાગૃત થાય છે. તેઓ ખાલી ૨૦૦ રૂપિયામાં વિધાર્થીઓને અવનવું શિક્ષણ આપતા હતા, તેની સાથે સાથે તેઓ મફતમાં શિક્ષણ આપે છે.

તે બીજા ક્લાસીસ વાળાઓને નહતું ગમતું અને તેથી જ એક કોલેજ તથા જૂથે તેઓને ૧૦૭ કરોડ રૂપિયા આપીને આ ઓનલાઇન ક્લાસીસ બંધ કરવા માટે કહ્યું હતું અને તેમની કોલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી કરવા માટે પણ કહ્યું હતું.

તેમ છતાં ખાન સરે આ ઓફરને નકારી દીધી હતી. તેઓના ભણાવવાના આ નવા અંદાજથી જ અને વિધાર્થીઓને સમજાવવાના અંદાજથી જ તેમની પાસે કેટલાય વિધાર્થીઓ ભણવા આવતા હતા.

હાલમાં એવા કેટલાય શિક્ષકો છે જે મફતમાં લોકોને શિક્ષણ આપે છે, પણ જે રીતે ખાન સાહેબ શિક્ષણ આપે છે તે રીતે કોઈ આપી શકતું નથી. તેમનો એક ભણાવવાનો અંદાજ છે જેથી તેમની પાસે સામેથી વિધાર્થીઓ આવે છે.

તેઓએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, પણ તેઓએ આ ઓફર આપવા વાળા વ્યક્તિઓનું નામ આપ્યું નહતું. તેઓએ કહ્યું હતું કે, મારી એક જ ઈચ્છા છે ભારતમાં કોઈ વ્યક્તિ અભણ ના રહેવો જોઈએ.

error: Content is protected !!