વફાદારી આને કહેવાય, પોતાના માલિકના મૃતદેહને જોતા જ આ કૂતરાએ 4 માળેથી છલાંગ લગાવી દીધી.

એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. જેમાં એક પાલતુ કૂતરાની વફાદારીનો કિસ્સો સામે આવ્યો છે. આ કૂતરાનું નામ જયા હતું એને પોતાના માલિકના મૃતદેહને જોઈને એટલી હદ સુધી તૂટી ગઈ હતી કે તેને ચોથા માળેથી કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો. આ કૂતરીના માલિક આરોગ્ય વિભાગમાં કામ કરતા હતા. તેઓ ઘણા સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા.

જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. જયારે પરિવારના સભ્યો મૃતદેહને અંતિમસંસ્કાર કરવા માટે લઇ જતા હતા ત્યારે આ કૂતરીએ તેના માલિકના મૃતદેહ પર છલાંગ લગાવી હતી અને નીચે પડતાની સાથે જ તેનું મૃત્યુ થયું હતું. પરિવારના સભ્યોએ તેમના ઘરમાં જ જયાની કબર બનાવી છે.

એટલા માટે જ કૂતરાને વફાદાર પ્રાણી કહેવામાં આવ્યું છે. એક કૂતરાએ પોતાના માલિકમાં મૃત્યના વિયોગમાં જીવ આપી દીધો હોય એવી આ એક અનોખી ઘટના સામે આવી છે.

આ કુતરાના માલિકનું મૃત્યુ કિડની ફેલ થવાના કારણે થયું હતું. અત્યારે કોરોના કાળમાં પોતાના પરિવારના લોકો પણ અગ્નિસંસ્કાર માટે નથી જતા. એવામાં આ કૂતરાની વફાદારીની ચર્ચાઓ હાલ સોસીયલ મીડિયા પર ખુબ જ થઇ રહી છે.

error: Content is protected !!