થરાદના સુલ્તાનભાઈ મીરે પોતાના જીવની ચિંતા કર્યા વગર હાલ સુધી પાણીમાં ડૂબતા કેટલાય લોકોને બહાર કાઢી તેમનો જીવ બચાવી તેમની માટે દેવદૂત બન્યા છે.

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે અને આ વખતે વરસાદ પણ વધારે પડ્યો છે, એટલે બધા જ જળાશયોમાં પાણી છોડવામાં આવ્યું છે. આ વખતે બધી જ નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. એવામાં કેટલાય લોકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પણ થઇ જતા હોય છે.

કેટલીય વખતે એવા તરવૈયાઓ ડૂબતા લોકો માટે દેવદૂત બનતા હોય છે.આજે આપણે એવા જ એક દેવદૂત વિષે જાણીએ જેઓએ હાલ સુધી કેટલાય ડૂબતા લોકોને બચાવ્યા છે અને સાથે સાથે ડૂબી ગયેલા લોકોના મૃતદેહને પણ બહાર કાઢ્યા છે.

આ વ્યક્તિનું નામ સુલ્તાનભાઈ મીર છે, તેઓ બનાસકાંઠાના થરાદના રહેવાસી છે. તેઓની ઉંમર ૫૬ વર્ષની છે તેઓએ કેનાલમાંથી આજસુધી કેટલાય લોકોના જીવ બચાવ્યા છે.તેઓએ જે લોકો તેમનું જીવન ટૂંકાવવા માટે કેનાલમાં પડ્યા હોય તેમને બહાર કાઢીને તેમની માટે દેવદૂત પણ બન્યા છે.

તેઓ પોતાની ચિંતા કર્યા વગર જ બીજા લોકોની વહારે આવતા હોય છે અને બધા જ લોકોના જીવ પણ બચાવતા હોય છે. આજ સુધી તેઓએ સ્વિમર તરીકે કેટલાય એવોર્ડ જીત્યા છે, તેઓ થરાદ નગરપાલિકામાં બોર ઓપરેટરની ફરજ બજાવે છે.

સુલતાનભાઈએ આ સેવાનું કામ તેઓ ૧૨ વર્ષના હતા એ સમયે ૪ બાળકો ડૂબી રહ્યા હતા તો તેઓએ આ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો. ત્યારથી તેઓએ બીજા બધા જ લોકોને બચાવીને તરવૈયાનું કામ કર્યું હતું. સાથે સાથે પ્રાણીઓને પણ બચાવીને તેમના પણ જીવ બચાવ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!