આ ૩ શાકભાજી આપણા શરીરને સ્લો પોઇઝન આપી રહ્યા છે. આટલું કરીને બચી શકાય છે.

મિત્રો આજે અમે તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જેને જાણવી તમારા માટે ખુબજ જરૂરી છે. બધા લોકો જાણે છે. કે આપણા શરીર માટે શાકભાજી ખુબજ જરૂરી છે.

આજે અમે તમને 3 એવી શાકભાજી વિષે જણાવીશું કે જે તમારા શરીરમાં સ્લો પોઇઝન પહોંચાડી રહી છે. આ 3 શાકભાજી ના નામ રીંગણ, કોબીજ અને ફુલાવર. આ ત્રણેય શાકભાજી પર પુષ્કર પ્રમાણમાં દવા છાંટવામાં આવે છે.

કારણ કે આ શાકભાજી માં એટલી ઇયરો થાય છે કે જો દવા ન છાંટવામાં આવે તો બધો પાક નિષ્ફળ જાય અને ખેડૂતોના હાથમાં કાંઈ ન આવે અને આ શાકભાજીની વાવણી કરતા લોકો પાયમાલ થઇ જાય.

આ શાકભાજી પર છાંટવામાં આવેલી દવાઓ આપણા શરીરમાં સ્લો પોઇઝન તરીકે કામ કરે છે અને શરીરને ધીમે ધીમે નુકશાન પહોંચાડે છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવિશું કે તમે આનાથી બચી શકો.

જયારે પણ તમે આ ત્રણેય શાકભાજી ઘરે લાવો છો ત્યારે થોડું પાણી લો અને તેમાં ફટકડીનો એક ટુકડો નાખો તેને બરાબર ગરમ કરો ગરમ થઇ જાય એટલે આ ટુકડાને પાણી માંથી કાઢી લો.

આ પાણી હવે એન્ટી બેક્ટેરિયલ બની ગયું. 5 થી 10 મિનિટ જેવી આ શાકભાજીને તે પાણીમાં રહેવા દો પછી તે શાકભાજીને ફટકડી વાળા પાણી માંથી કાઢીને શુદ્ધ પાણીમાં ૫ મિનિટ સુધી રહેવા દો. આ ઉપાય કરવાથી તમે તેના પર છાંટેલી દાવથી 100 ટકા રાહત મળી જશે. કોબીના ઉપરના પાન તોડી નાખો તેનાથી દવા વાળો ભાગ નીકળી જશે અને તમે દવાની ગંભીર અસરોથી બચી શકશો.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!