આ સમયે કેળું ખાવાથી સોના જેટલા ગુણો આપે છે…
આપણા દેશમાં એવી કેટલીય વસ્તુઓ છે કે, જેના ફાયદાઓ પણ થયા હોય છે અને નુકસાન પણ થતા હોય છે. એવા કેટલાક ફળો પણ હોય છે જેના ફાયદાઓ અનેરા હોય છે. આ ફળએ બારમાસી છે, આ ફળ ગરીબ વ્યક્તિ ખાઈ શકે છે અને અમીર વ્યક્તિ પણ ખાઈ શકે છે. આ ફળનું નામ કેળું છે.
કોઈ પણ વ્યક્તિને ફ્રેક્ચર, સાંધાનો દુખાવો, શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો કોઈ પણ ઓર્થોપેડિક ડોક્ટર સલાહ આપતા હોય છે, કે કેળાની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે
જેથી તે ખાવાનું રાખો. તેવામાં આપણું આયુર્વેદ એવું કહે છે કે, સમયસર કેળું ખાવું જોઈએ જેમાં સવારે તમે કેળું ખાઓ છો તે સોના જેવા ગુણો આપે છે. બપોરના સમયે ખાઓ છો તે ચાંદી જેવા ગુણો આપે છે અને જો રાત્રે ખાઓ છો તો તે લોખંડ જેવું સાબિત થાય છે.
જે લોકોનું વજનના વધતું હોય તો, તેવા લોકોએ કેળું ખાવાનું ચાલુ કરવું જોઈએ. કેળાની અંદર કેલેરી વધુ હોય છે અને તે વજન વધારવામાં મદદરૂપ બને છે. કેળું એ સવારના સમયે ખાવું જોઈએ
જેથી કરીને તે સોના જેવા ઘણા ફાયદાઓ પણ આપણા શરીરમાં આપે છે. તમે તમારા બાળકોને રોજનું એક કેળું ખવડાવશો તો, તે તમારા બાળકના શરીરના વિકાસ માટે, તંદુરસ્તી માટે અને હલદાઓની મજબૂતી માટે અત્યંત મહત્વનું છે.
કેળાનું સેવન રાત્રે ના કરવું જોઈએ કેમ કે, તેનાથી જે લોકોને કફ રહેતો હોય તેને કફ થઇ શકે છે. બપોરના જમ્યા પછી પણ ના ખાવું જોઈએ. ખાદ્યા પછી કોઈ પણ ફળ ના ખાવું જોઈએ. કેળું ખાવાનો સારો સમય સવારનો છે જેથી તમને તેના તમામ ગુણો મળી રહે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.