આ સમય લોકોની સેવા કરવાનો છે, તેવી સ્થિતિમાં પણ લોકો કાળા બજારી કરવાનું નથી છોડતા…
હાલ સમગ્ર દેશમાં કોરોનાએ માંથી ઊંચક્યું છે અને તેથી દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. લોકો હોસ્પિટલની બહાર દર્દીઓને લઈને મોટી લાઈનોમાં ઉભા જોવા મળે છે. ઓક્સિજનની પણ મોટી તકલીફ પડી રહી છે. તેનાથી પણ મોટો આંકડાઓમાં લોકોના મૃત્યુ થઇ રહ્યા છે, મૃત્યુ પછી પણ સ્મશાનોમાંએ લાંબી લાઈનો જોવા મળે છે.
તેની વચ્ચે સરકારે કેટલીક મહત્વની ગાઈડલાઈનો જારી કરી છે અને તેમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો જ ચાલુ રહેશે, તેવી કપળી સ્થિતિમાં પણ લોકો માનવતા ભૂલી ગયા છે
અને લોકોની મદદ કરવાની જગ્યાએ પૈસા કમાવવાની માટે કાળાબજારી કરી રહ્યા છે. જેમાં હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડોકટરો લીંબુ પાણી વધુ પીવા માટે જણાવી રહ્યા છે, પણ લીંબુના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે. એટલું જ નહિ તમામ ફળોના પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
લોકોએ તમામ હદો વટાવી લીધી છે, કોરોના સંક્રમિત દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શનમા લેવા માટે ૨૫૦૦૦ ચૂકવવા પડી રહ્યા છે. તેની વચ્ચે હાલ સરકારની ગાઇડલાઇન ઉપર પાન-મસાલાની દુકાનો પણ બંધ કરવામાં આવી છે.
ત્યારબાદ આ પાન-મસાલા વાળાઓ તમાકુ અને મસાલામાં પણ કાળાબજારી કરી રહ્યા છે. જે પહેલા મસાલો ૧૫ માં મળતો હતો અને હાલ ૨૫ રૂપિયામાં મળે છે. તેમની ઈચ્છા પ્રમાણે તેઓ પૈસા લઇ રહ્યા છે. જેથી લોકોને લૂંટવાની ક્રિયા થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.