૨૧ વર્ષની નોકરી પુરી કરીને સેનાના આર્મી જવાન નિવૃત્ત થઈને તેમના ગામે પરત આવ્યા તો, તેમનું ગામ લોકોએ ભેગા થઈ વાજતે ગાજતે સમ્માન કરીને તેમનું સ્વાગત કર્યું.

આપણા બધાની રક્ષા કરવા માટે સેનાના જવાનો કઈ પણ જોયા વગર જ ચોવીસ કલાક દેશની સેવા કરતા જ હોય છે. આપણે ઘણી વખતે આ જવાનને શહીદીના સમાચાર સાંભળતા હોઈએ છીએ

અને તેનું ઘણું દુઃખ પણ આપણને થતું હોય છે. આજે આપણે એક એવા જ સેનાના જવાન વિષે જાણીએ જેઓએ તેમની ૨૧ વર્ષ અને એક મહિનાની સેવા પુરી કરી અને નિવૃત થઈને તેમના ઘરે પરત આવ્યા હતા.

આ જવાનનું નામ રાઠવા કરશનભાઈ ઠાઠિયાભાઈ છે, જેઓ વડોદરાના સાધલી ગામના વાતની છે, તેઓએ વર્ષ વર્ષ ૨૦૦૦ માં જૂન મહિનાની ૨૬ મી તરીકે ફરજમાં જોડાયા હતા અને તેઓએ ૨૦૨૧ માં ઓગષ્ટ મહિનામાં

૨ તારીખે ૨૧ વર્ષ અને ૧ મહિનાની સેવા આપીને નિવૃત થયા હતા. તેઓ નિવૃત થયા પછી જયારે તેમના ગામે પરત આવ્યા તો તેમનું આખા ગામના લોકોએ ભેગા થઈને સન્માન કર્યું હતું.

ગામના લોકોએ વાજતે ગાજતે તેમનું સમ્માન કરવામાં આવ્યું હતું, જે વખતે આ જવાન ગામની બહાર પહોંચ્યા અને તેની ખબર ગામલોકોને હતો તો તેમના આવ્યા પહેલા જ ગામના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.

તેમને ફુલહાર પહેરાવીને વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું, અને આ સેનાના જવાનને જોઈને ગામના બધા જ લોકોને ગર્વ થતો હતો, ગામલોકોએ તેમની શોભાયાત્રા પણ કાઢી હતી અને તેમાં ગામના બધા જ લોકો જોડાયા પણ હતા.

error: Content is protected !!