આ મહિલાના પતિનું મૃત્યુ થઇ જતા ઘર-પરિવારની બધી જ જવાબદારી તેમની પર આવી જતા જવાબદારી ઉપાડીને તેમના બે બાળકોને ભણાવ્યા અને એન્જિનિયર બનાવ્યા.

દરેક લોકોએ તેમના જીવનમાં મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરીને તેમના જીવનમાં આગળ વધ્યા હશે. ઘણી એવી મહિલાઓ વિષે પણ આપણે સાંભળ્યું જ હશે કે તેઓ સખત મહેનત કરીને એકલા હાથે પણ પરિવારની જવાબદારીઓ ઉપાડી લેતી હોય છે. આજે આપણે એક એવા જ મહિલા વિષે જાણીએ જેઓએ તેમના બે દીકરાઓને ભણાવવા માટે જાતે દિવસ રાત સખત મહેનત કરી અને દીકરાઓને એન્જીનીયર બનાવ્યા.

આ મહિલાએ ઝારખંડના રાંચીની પહેલા મહિલા જેમનું નામ શિલ્પકાર માધવી પાલ છે. તેઓ મૂર્તિ બનાવીને આખા પરિવારનું ગુજરાન પણ ચલાવે છે અને આઠ લોકોને રોજગારી પણ આપે છે. તેઓ આ કામ તેમના પતિ જેમનું નામ બાબુ પાલ હતું અને તેઓ વર્ષ ૨૦૧૨ માં મૃત્યુ પામ્યા હતા અને ત્યાંથી જ આ કામ શીખીને તેમના બે દીકરાઓને પણ ભણાવી ગણાવીને આગળ બેંગ્લોરમાં એન્જીનીયર પણ બનાવ્યા છે.

માધવી બહેનના કહેવા પ્રમાણે તેમના પતિના મૃત્યુ પછી તેમના પરિવારની બધી જ જવાબદારીઓ તેમની પર આવી ગઈ હતી અને ઘરમાં ખુબ જ દુઃખી વાતાવરણ બનેલું રહેતું હતું. જેમાં તેમના ઘરમાં કમાવવા વાળા તેમના પતિ જ હતા. તેમના મૃત્યુ પછી બે બાળકોની પણ બધી જવાબદારી તેમની પર આવી ગઈ હતી અને ત્યારથી જ તેઓએ આ કામ ચાલુ કરી દીધું.

તેઓની એક વર્કશોપ પણ તેઓએ બનાવી છે અને ત્યાં સાતથી આઠ લોકોને તેઓ રોજગારી પણ આપે છે. માધવીના બંને બાળકોમાં એક દીકરો જે બેંગ્લોરમાં એન્જીનીયર છે અને દીકરી સોફ્ટવેર પ્રોફેશનલ છે. બાબુ પાલ જેઓ કલાકાર હતા અને તેમને લોકો બાબુ દા ના નામથી જ બોલાવતા હતા, તેમના મૃત્યુ થઇ ગયા પછી તેમની પત્ની માધવીએ આ કામને આગળ વધાવ્યું અને સફળ પણ બનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!