આ મહિલા પોલીસ કર્મીએ ૭૫ થી પણ વધારે પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકોને પરિવાર સાથે મિલન કરાવ્યું તો, તેમના આ કામને જોઈને બદલામાં પોલીસ કર્મીને મળ્યું કંઈક આવું…

બધા જ લોકો તેમના જીવનમાં કંઈકને કંઈક કરવા માટે ઇચ્છતા હોય છે અને ઘણા લોકો કરતા પણ હોય છે. કેટલીય વખતે આપણે એવા લોકોને જોયા હશે જે દેશની સેવા કરવા માટે હંમેશા તૈયાર જ રહેતા હોય છે, થોડા સમય પહેલા એક પોલીસ મહિલા હેડ કોસ્ટેબલ જે દિલ્હી પોલીસમાં ફરજ બજાવે છે અને તેઓએ અત્યાર સુધી ઘણા ભલાઈના કામો કર્યા છે.

આ પોલીસ કોન્સ્ટેબલની નામ સીમા ઢાકા છે અને તેઓએ થોડા જ સમયમાં ૭૬ જેટલા ઘરેથી છુટા પડી ગયેલા બાળકોને તેમના પરિવાર સાથે મલાવ્યા છે. તેમના આ કામને જોઈને તેમને પ્રમોશન અને પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. સીમા ઢાકાના કહેવા પ્રમાણે તેઓએ કોઈ પણ પ્રકારના વિરામ લીધા વગર જ દિવસ અને રાત મહેનત કરી હતી અને તેઓએ આ સિદ્ધિ મેળવી છે.

સીમા ઢાકાએ ૭૬ જેટલા ખોવાયેલા બાળકોને તેમના માતા પિતા સાથે મલાવ્યા છે અને તેઓએ આ સફળતા મેળવી હતી. આ બધા જ બાળકો દિલ્હી સિવાયના પણ રાજ્યના હતા

અને તેઓએ આ બાળકોને તેમના માતા-પિતાને મળાવવા માટે અત્યારસુધી ઘણી બધી મહેનત પણ કરી હતી. તેઓને આ કામની માટે પ્રમોશન મળ્યું હતું અને તેથી જ આજે તેઓ ખુબ જ ખુશ છે. જે બાળકો છુટા પડી ગયા હતા તેમને તેમના માતા-પિતાને મળાવવા માટે એક યોજના પણ બનાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!