વૃદ્ધને કોરોના થતા પરિવારે એકલા મૂકી દીધા, ત્યારે આર્મીના જવાનો ઉબડ ખાબડ રસ્તા પર ૭ કિલોમીટર ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો….
હાલમાં કોરોનાની બીજી અને ઘાતકી લહેરે કેટલાય લોકોના જીવ લઇ લીધા છે, તેવામાં આ કોરોનાથી બચવાના લોકો પ્રયાસો કરતા હોય છે. તેમ જ અમુક લોકો કોરોનાગ્રસ્તોની મદદે પણ આવ્યા છે,
આવી સ્થિતિમાં કેટલાય પરિવારો વિખુટા બન્યા છે. એક એવો કિસ્સો કે જેમાં એક વૃદ્ધને કોરોના થયો તો ઘરના લોકો જ તેમને અડ્યાએ નઈ અને દવાખાને પણ ના લઇ ગયા.
આ કિસ્સો ઉત્તરાખંડના પિથોરાગઢનો જ્યાં SDRF ના જવાનોએ એક કોરોનગ્રસ્તને ઉબડખાબડ રસ્તાથી ત્રણ કલાકની સફળ કરીને સાત કિલોમીટરનું અંતર કાપીને આ કોરોના વાળા વૃદ્ધને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો. જેમાં આ વૃદ્ધ કોરોના પોઝિટિવ થાયતો સગા-સબંધીઓ અને ગામના લોકોએ પણ આ વૃદ્ધની પાસે જવાની પણ ના પાડી દીધી હતી.
ત્યારબાદ આ વૃદ્ધની હાલત બગડી હતી તેથી તેને દવાખાને લઇ જવા પડે એમ હતું, જેથી કરીને SDRF ની ટીમને જાણ કરવામાં આવી હતી. આ ટીમે આવીને રસ્તો ઉબડખાબડ વાળો હોવાથી
આ વૃદ્ધને તેમના ખભા ઉપર લઈને સાત કિલોમીટરનો સફળ ખાલી ત્રણ કલાકમાં પૂરો કરીને એમ્બ્યુલન્સમાં પહોંચાડ્યા હતા. ત્યારબાદ આ વૃદ્ધને જલ્દીથી કોવીડ કેર સેન્ટરમાં પહોંચાડ્યા હતા.