માત્ર આ વસ્તુના બે ટીપા કાનમાં નાખવાથી બધો જ મેલ બહાર નિકરી જશે…

આપણા શરીરને નિરોગી બનાવવા માટે આપણે કેટલાક આયુર્વેદિક ઉપચારો દર્શાવવામાં આવ્યા છે. આયુર્વેદમાં મોટાભાગના ઉપાયો ઘરગથ્થુ હોય છે. ભગવાને આપેલું આ શરીર જેના બધા જ અંગો મહત્વના છે,

જેમાં કાન અને આંખએ શરીરનો સેન્સેટિવ ભાગ છે. જેમાં આપણે કાનને સાફ કરવાની માટે સેફટી પિન અને દીવાસળીની સળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ.

પણ આ દીવાસળી અને સેફટી પિનથી કાનના પડદાને મોટું નુકસાન થઇ શકે છે, જેથી તમારે આ એક ઉપાય કરવાનો છે જેથી તમારા કાનમાં રહેલો બધો જ મેલ ફટાકથી બહાર આવી જશે.

ભગવાને કાનમાં એક ચીકણું પદાર્થ મૂક્યું છે જેનાથી આપણા કાનની અંદર ધૂળ, બેક્ટેરિયા આપણા કાનની અંદર નઈ શકતા નથી અને બહાર જ ચોંટી જાય છે. જો તેને તમે સમયસર સાફના કરો તો કાનમાં બહેરાશ પણ આવી શકે છે. જેથી તમારે આ વસ્તુથી કાન સાફ કરવાના છે.

તમારે આ ઉપાય કરવાની માટે સરસવનું તેલ લેવાનું છે, તેને ગ્યાસ ઉપર થોડુંક ગરમ કરી દેવાનું હોય છે. આ તેલને ગરમ કરીને ઠંડુ પડે ત્યાં સુધી રહેવા દેવાનું અને પછી રાત્રે સૂતી પહેલા એક કાનમાં બે ટીપા નાખીને ૧૦ મિનિટ સુધી એ બાજુએ સુઈ રહો અને પછી તેમાં રૂ મૂકી દો.

ત્યારબાદ તેવી જ રીતે બીજા કાનમાં પણ આવી જ રીતે કરવાનું છે. ત્યારબાદ સવારે ઉઠીને કાળજી પૂર્વક રૂ વાળી સ્ટિક આવે છે તેનાથી ધીમે ધીમે કાનમાં નાખીને ફેરવવાથી કાનનો બધો જ મેલ બહાર આવી જશે. આખી રાત જે સરસવના તેલથી આ મેલ ફૂલી ગયો હશે અને તે રૂ સાથે ચોંટીને બહાર આવી જશે.

આમ કરવાથી તમારા કાન ચોખા કાચ જેવા થઇ જશે અને આ મહિનામાં એકાદ કે બે વાર કરી શકાય છે. જો કાનમાં કોઈ ગંભીર સમસ્યા જણાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!