પોતાના નવજાત બાળકનું મોત થતા એક પિતાનું આક્રંદ તમે નહીં જોઈ શકો.
કાળ બનીને કહેર વરસાવતા કોરોનાના પ્રકોપથી સુરતની એક ઘટના સામે આવી છે.થોડા દિવસ પહેલા સુરતમાં ૧૩ દિવસની બાળકીનું કોરોનાથી મૃત્યુ થયાની ઘટના સામે આવી હતી.
આ ઘટના બાદ વધુ એક 14 દિવસની બાળકીનું કોરોનાના લીધે મોત થયાની ઘટના સામે આવી છે.કોરોનાની બીજી લહેર બાળકો માટે ખુબજ ઘાતકી સાબિત થઇ રહી છે.સુરતની એક હોસ્પિટલમાં આ 14 દિવસની બાળકી સારવાર હેઠળ હતી.
ડોક્ટરોએ બાળકીને બચાવવાના ખુબજ પ્રયાસો કર્યા હતા.પણ આ માસુમને બચાવી ના શક્યા.દીકરીને હાથમાં લેવાની રાહમાં એક પિતાની આખો વરસી પડી.પિતાએ કહ્યું કે
મારી દીકરીનું હજી નામ પણ નહતું પાડ્યું અને એની પહેલા જ મારી દીકરી ચાલી ગઈ.દીકરીના મૃત્યુના સમાચાર સંભારીને તેના પિતા બાળકીને હાથમાં પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા.
આ પિતાની વ્યથાનું આપણે અનુમાન પણ ના લગાવી શકીયે.એકબાજુ આ પિતાએ પોતાની દીકરીના કન્યાદાનના સપના જોયા હશે અને હવે તેનું તર્પણ કરવું પડશે.14 વર્ષની આ માસુમ બાળકીને બચાવી શક્યા નહિ
તે માટે ડોકટરો અને નર્સોની આંખો પણ ભીની થઇ ગઈ હતી.બાળકીના પિતાએ જણાવ્યું કે બે ભાઈઓના પરિવામાં આ પહેલી દીકરીનો જન્મ થયો હતો તેથી પરિવાર ખુબજ ખુશ હતો.પણ કોરોનાએ આ ખુશીઓ પર પાણી ફેરવી દીધું.