દીકરાની દવા ના મળતા પિતા દવા લેવા માટે ૩૦૦ કિલોમીટર સાયકલ ચલાવીને દવા લઇ આવ્યા…

દુનિયામાં પોતાના સંતાનની જરૂરિયાતો પુરી કરવા માટે દરેક માતા અને પિતા હંમેશા તૈયાર જ રહેતા હોય છે, માતા-પિતા તેમના સંતાનોની ઈચ્છાઓ પુરી કરવા માટે રાત દિવસ તનતોડ મહેનત કરતા હોય છે.

જો તેમના બાળકો બીમાર પડે તો રાત દિવસ જાગીને તેમની સેવા પણ કરતા હોય છે. તેવો જ એક કિસ્સો જાણીને તમે પણ વાહ બોલી ઉઠશો અને તમારા સંતાનો માટે પણ કંઈક કરશો.

આ કિસ્સો કર્ણાટકના મૈસુરનો છે, આનંદ નામના વ્યક્તિ જે ૪૫ વર્ષના છે. તેઓ મૈસુરના એક નાનકડા ગામમાં તેમના પરિવારની સાથે તેઓનું ગુજરાન ચલાવે છે. આનંદને એક છોકરો છે

તેની માનસિક હાલત થોડી ખરાબ છે. તેમના દીકરાને ચાલી રહેલી દવા થોડાક જ દિવસોમાં પુરી થવાની હતી જેથી તે રહેતા હતા ત્યાંના આજુબાજુના મેડિકલ સ્ટોરમાં તપાસ કરી પણ ત્યાં આ દવા મળી નઈ.

ત્યારબાદ આનંદે નક્કી જ કરી લીધું હતું કે, આ દવા સીધી બેંગ્લોર જઈને લઇ આવવી પડશે. ડોક્ટરે એવું કહ્યું હતું કે ૧૮ વર્ષ સુધી જો તેમના દીકરાને આ દવા ૧૮ વર્ષ સુધી આપવામાં આવશે તો તે ઠીક થઇ જશે.

જેથી કરીને પિતા અંનંદે નક્કી જ કરી લીધું હતું કે તેમના દીકરાને એક પણ દિવસે દવા વગર નઈ સુવા દે જેથી, કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેની માટે તેઓએ ત્રણ દિવસનો સાયકલ ઉપર સફર કર્યો હતો.

આંનદ સોમવારે નીકર્યા હતા અને મંગળવારે પહોંચી ગયા હતા , ત્રીજા દિવસે ત્યાંથી દવા લઈને પાછા ઘરે પણ આવી ગયા હતા. તેઓના ઘરમાં બીજું કોઈ કમાવવા વાળું નથી જેથી તેઓએ કોઈ સાધન કરીને બેંગ્લોર જઈને દવા લઈને પાછા આવી જાય એવી કોઈ સ્થિતિ જ નહતી જેથી સાયકલ લઈને આ સફળ તેઓએ પૂરો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!