તાવ, શરીરમાં કમજોરી, માથાનો દુખાવો થતો હોય તો આ અમૃત સમાન પીણું પી લેજો…

જયારે પણ બે ઋતુ ભેગી થઇ જાય છે ત્યારે આ વાતાવરણની અસર કેટલાય લોકોને રહેતી હોય છે તેવામાં શરીરમાં કમજોરી, તાવ, ગળામાં બળતરા, માથું દુખવું, ભૂખ નથી લગતી, મોઢામાં ટેસ્ટ નથી આવતો, આવી તકલીફ થતી હોય તો તેવી સ્થિતિમાં અપને આ ખાસ પીણું બનાવીને પીવાનું છે.

આ ખાસ અમૃત બનાવવા માટે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે, તેમાં ત્રણ ચમચી વરિયાળી લેવાની છે. તેને એક મિનિટ સુધી ગરમ કરવાની છે. તેમાં ૩ કડી ઈલાયચી લેવાની છે.

પછી તેમાં એક ચમચી સૂકા ધાણા નાખવાના છે. તેમાં એક ચમચી દરેલી સાકર લેવાની નાખવાની છે. તેને પાંચ મિનિટ સુધી ઉકાળવાનું છે, ત્યારબાદ આ પીણાંને તમારે નીચે ઉતારી દેવાનું છે.

ઉતાર્યા પછી તેને ગાળી લેવાનું છે, અને તે પીણાને સવારે એક કપ પીવો જોઈએ. જેનાથી જે લોકોનું પેટ સાફ નથી રહેતું તમને પણ તાત્કાલિક ધોરણે ફાયદો થાય છે. જે લોકોનો મોઢાનો ટેસ્ટ જતો રહ્યો હોય

તે લોકોએ પણ દિવસમાં બે વખતે આ પીણું પીવું જોઈએ. આ પીણું પીવાથી માથાનો દુખાવો પણ દૂર થાય છે અને તેની સાથે સાથે આ પીણાને તમારે ગરમ ગરમ જ પીવું જોઈએ ઠંડુ નથી પડવા દેવાનું. આ પીણું પિતા પહેલા એક વાર ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!