ટીવી ચેનલ માટે બોલાચાલી થતા પત્નીએ જ પતિનું ઢીમ ઢાળી દીધું તો આજે ત્રણ બાળકો પરથી પિતાની છત્રછાયા હંમેશા માટે ઉઠી ગઈ…

પતિ-પત્ની વચ્ચે મીઠો ઝગડો રોજે રોજ થતો હોય છે પણ હાલમાં લોકોના સ્વભાવ બદલાઈ ગયા છે અને તેથી જ પતિ-પત્ની વચ્ચે મોટા ઝગડાઓ થઇ જતા હોય છે. આજે બધા જ લોકોનો સ્વભાવ બદલાઈ ગયો છે અને તેથી જ આ ઝગડાઓ હત્યામાં પણ ફરી જતા હોય છે.

એવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે, જ્યાં એક પત્નીએ તેના પતિની જ હત્યા કરી દીધી છે.અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આ બનાવ બન્યો છે, પતિનું નામ વિજયસિંહ યાદવ છે અને તેઓ ચાંદલોડિયા વિસ્તારની જય અદિતિ સોસાયટીમાં રહે છે.

તેમના પત્નીનું નામ દીપમાલા છે તેઓને એક દીકરો અને બે દીકરીઓ છે. આ ઘટના બની એ દિવસે વિજયસિંહ ટીવી જોતા હતા અને ચેનલ બંધ થઇ ગઈ હતી. એટલે તેઓ તેમના બાળકો અને પત્ની પાસે ગયા હતા.

ત્યાં ગયા પછી તેઓએ તેમનું નામ લીધું કે તમે જ ચેનલ બંધ કરી છે અને બાળકોને માર માર્યો આ બધું જોઈ રહેલી તેમની પત્ની દીપમાલાને ગુસ્સો આવી જતા તે ગુસ્સે થઇ ગઈ અને પતિને માર માર્યો હતો.

વિજયસિંહ ઈજાગ્રસ્ત થઇ ગયા પછી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ પરિવાર મૂળ હરિયાણાનો રહેવાસી હતો અને તેમને લગ્નને ૧૯ વર્ષ થયા હતા.

જેમાં વિજય સિંહ એએમટીએસ બસમાં ડ્રાઈવરની ફરજ નિભાવતા હતા પણ તેમની કોઈ કારણે નોકરી છૂટી જતા તેઓ ઘરે જ હતા અને આ ઘટના બની જતા આજે આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે અને ત્રણ બાળકોએ હંમેશા માટે પિતાની છત્રછાયા ગુમાવી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!