વડોદરાની આ પ્રજાપતિ દંપતીએ બે અનાથ બાળકોને ગોદ લઈને તેમને નવી જિંદગી આપી, આ દંપતીના બે બાળકોને ગોદ લેવા પાછળ પણ છે આ એક વાત, જેને જાણીને તમે પણ રડી પડશો.

આપણી આજુબાજુએ એવા ઘણા બનાવો બનતા હોય છે અને તે બનાવો જોયા પછી આપણને ઘણી વખતે નવાઈ લાગી હોય છે. ઘણા એવા દંપતી હોય છે જેમને કોઈ બાળક નથી હોતા તેઓ ઘણી વખતે બાળકો કોઈ સંસ્થા પાસેથી ગોદ લે છે. એવામાં હાલમાં એક વડોદરાની પ્રજાપતિ દંપતીએ એવા જ બે બાળકોને ગોદ લીધા છે.

વડોદરામાં રહેતા દંપતી જે પ્રતાપનગર રોડ વાળા વિસ્તારમાં રહે છે અને અહીંયા રહેતા નિલેશભાઈ પ્રજાપતિ અને ભારતીબેન પ્રજાપતિ જેઓએ દીપક ફાઉન્ડેશનમાં રહેતા બે અનાથ બાળકોને તેઓએ ગોદ લીધા છે અને તેની પાછળ પણ એક એવી જ કહાની છે જેને સાંભળીને તમે પણ રડી પડશો.

તેમના બે બાળકો હતા અને બંને બાળકો એક અકસ્માતમાં પાણીમાં ડૂબવાથી બંને દીકરાઓને મૃત્યુ થઇ ગયા હતા. વડોદરામાં રહેતા નિલેશભાઈ અને ભારતીબેન પ્રજાપતિને ૨ દીકરાઓ હતા

અને બંને દીકરાઓને વર્ષ ૨૦૧૭ માં કોઈ પ્રવાસમાં ગયા હતા અને એ વખતે બંને દીકરાઓ પાણીમાં ડૂબી ગયા હતા અને ત્યારથી જ અત્યાર સુધી છેલ્લા ૩ વર્ષથી આ દંપતી તેમના દીકરાને યાદ કરીને દિવસો કાઢતા હતા.

જેથી આ દંપતીએ નક્કી કર્યું અને આ સંસ્થા પાસેથી બે દીકરાઓને આ પ્રજાપતિ દંપતીએ ગોદ લીધા હતા. આ જોઈને બંને અનાથ બાળકોને પણ ઘણી ખુશી થઇ હતી.

એ વખતે ફરીથી આ દંપતીએ એવું કહ્યું કે તેમને બંને તેમના બંને દીકરાઓ પાછા મળી ગયા છે અને તેમની બધી જ જરૂરિયાત પુરી કરીશું. આજે બે અનાથ બાળકોને આ માતા-પિતા મળ્યા અને બે અનાથ બાળકોની જિંદગી બદલાઈ ગઈ.

error: Content is protected !!