વડોદરાના આ પરિવારે અનેક લોકોના જીવ બચાવવા માટે 1 કરોડ રૂપિયા દાન આપી દીધા… દાન તો ગુજરાતીઓના લોહીમાં હોય.
કોરોના કારમાં દાન અને મદદ કરનારા લોકોએ ઘણા લોકોના જીવ બચાવ્યા છે. સરકારને કોરોના રાહત ફંડમાં કરોડો રૂપિયાનું દાન મળ્યું છે. ત્યારે વડોદરાના પારીખ પરિવારે PM રાહત ફંડમાં રૂપિયા 1 કરોડનું દાન કર્યું છે.
કોરોનામાં પડતી લોકોની તકલીફને જોઈને આ પરિવારે 1 કરોડ રૂપિયાનું દાન કરવાનું વિચાર્યું હતું. આ દાનની રકમને જિલ્લા કલેક્ટર દ્વારા પ્રધાનમંત્રી રાહત કોષમાં મોકલાવી હતી.
હાલ દેશમાં સર્જાયેલી ઓક્સીજનાની અછતના કારણે હજારો લોકો મૃત્યુ પામી રહયા છે. ત્યારે આ પરિવારના લોકોને થયું કે આપણે લોકોની મદદ કરવી જોઈએ અને તેમને 1 કરોડ રૂપિયા દાન કરવાનું નક્કી કર્યું હતું.
આ પરિવારના સભ્ય સોનલ બેને જણાવ્યું એ જયારે પણ આવી કોઈ પરિસ્થિતિ આવે છે ત્યારે અમારો પરિવાર મદદ કરવા માટે આગળ આવે છે. આ પરિવાર દ્વારા શહેરની જરૂરિયાત મંદ હોસ્પિટલ માં મફત ઓક્સિજન પણ પહોંચાડવામાં આવી રહ્યો છે.
સોનલ બેને વધુમાં જણાવ્યું કે આ સમય લોકોની મદદ કરવાનો છે ઘણા લોકો એવા છે કે જેમને આપણી મદદની જરૂર છે. હું બધા લોકોને વિનંતી કરું છુ કે તમારાથી બને એટલી મદદ કરો
એ ફક્ત પૈસાની મદદ જ ન હોઈ શકે પણ કોઈ બીજી રીતે પણ લોકોની મદદ કરો. ફૂલ નહિ તો ફુલનની પાંખડી. વડોદરાના પારીખ પરિવાર દ્વારા કોરોના મહામારી સામે લાડવા માટે સરકારને 1 કરોડ રૂપિયાનું દાન કરી દીધું.