૮૦ વર્ષોથી આ પરિવાર પહાડ પર રહી રહ્યો છે, પૈસા શું હોય એ પણ તેમને નથી ખબર.

મિત્રો આપણને ઘણી વાર એવું થતું હોય છે કે બધું છોડીને કોઈ શાંત જગ્યા પર જતા રહીએ જ્યાં આપણા સિવાય બીજું કોઈ ના હોય ત્યાં કોઈ કામની ચિંતા પણ ના હોય કે ના કોઈ હેરાન કરવાવારુ.

જોશ જોશમાં આપણે આવી જગ્યા પર જતા તો રહીએ પણ 1 અઠવાડિયાથી વધારે આપણે આવી જગ્યા પર ના રહી શકીયે. આજ અમે એક એવા પરિવાર વિષે વાત કરીશું કે જેમને પૈસો શું છે એ પણ નથી ખબર કે ટીવી કે ઇન્ટરનેટ શું હોય એ પણ નથી ખબર .

આ પરિવારની શોધ તુર્કીના બે પર્વતારોહણોએ કરી હતી જયારે તે તુર્કીના એક પહાડ પર ચઢાઈ કરી રહયા હતા ત્યારે તેમને પથ્થરથી બનેલું એક ઘર દેખાયું આ લોકોને જોઈને તે પહાડી લોકો ડરી ગયા અને ઘરમાં જઈને સંતાઈ ગયા. પર્વતારોહણોને પણ આ લોકો વિષે જાણવાની ઈચ્છા થઇ કે આ લોકો આવી ભયંકર જગ્યા પર કેમ રહે છે.

વાત કરતા આ પરિવારે જણાવ્યું કે 400 વર્ષોથી તેમના બાપ દાદાઓ અહીં રહે છે અને આ પરિવારનું કોઈ પણ સદસ્ય સ્કૂલ નથી ગયું એટલે તેમને લખતા વાંચતા નથી આવડતું. આ પરિવારના પતિ પત્નીને 10 બાળકો હતા તેમાંથી 5 બાળકો તેમને છોડીને જતા રહ્યા છે.

તેમની સાથે રહેતા 5 બાળકોને બહારની દુનિયા કેવી છે તેનો કોઈ આઈડિયા નથી તેમને પૈસા, ટીવી, ઇન્ટરનેટ કે ફોન શું હોય એ પણ નથી ખબર તે પોતાની જાયદાતમાં ગાય અને મુર્ગીઓને ગણાવે છે. કે અમારી પાસે તે બઉ બધી છે તે અમને ભરપેટ ખાવાનું આપે છે. 21 સદીમાં પણ આવા માણસો છે વિશ્વાસ નથી થતો.

error: Content is protected !!