આ પરિવારો કચરો વીણીને તેમનું ગુજરાન ચલાવે છે, છોકરાઓને પણ ભીખ માંગવા મોકલે છે જે લઈને આવે તે ખાઈને સુઈ જઈએ છીએ.

આ દુનિયામાં જે વ્યક્તિ જન્મ્યો છે તે વ્યક્તિનું મરવાનું નક્કીજ છે પણ તેની સાથે સાથે એ વ્યક્તિએ તેનું પેટ ભરવાની માટે ઘણી મોટી તપસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

આપણાં દેશમાં એવા કેટલાય પરિવારો રહેતા હોય છે કે જેમને ૧ ટાઈમનું એ ખાવાના ફાંફા હોય છે. આ પરિવારો ખાવાની માટે ઘણી અને તનતોડ મહેનતો પણ કરતા હોય છે, તેમ છતાં તેમને જમવાનું નથી મળતું અને ભૂખ્યા જ ઊગવું પડે છે.

તેવામાં આપણા ગુજરાતના આણંદ શહેરનો એક એવો કિસ્સો જ્યાં આ શહેરમાં એક એરિયામાં એવા કેટલાય પરિવારો રહી રહ્યા છે કે જેમને સુવા માટે ઓટલો નથી અને ખાવાની માટે રોટલો પણ નથી.

તેઓ પહેલા જે ઝુંપડ પટ્ટીમાં રહેતા હતા તે ઝુંપડ પટ્ટી તોડી નાખવામાં આવી હતી. અહીંયા રહેતા લોકોનું પણ એવું કહેવું છે કે આ ઝૂમ્મપદ પટ્ટી હાલ ત્રીજી વખતે તોડાવી નાખી છે. આ ઝુંપડ પટ્ટીમાં રહેતા લોકો એવું કહે છે કે, ખાવની માટે પણ અમારે ફાંફા મારવા પડે છે. છોકરાઓને માંગવા મોકલીએ છીએ અને જો કોઈ આપે તે ખાઈને સુઈ જઈએ છીએ.

આ પરિવારની મહિલાઓ ઘર ચલાવવાની માટે કાગળિયાઓ વીણીને તેમનું ગુજરાન ચલાવવાનો પ્રયાસ કરે છે. જો એમાં કઈ ના મળે તો છોકરાઓને માંગવા મોકલી દઈએ છીએ અને તે વસ્તીમાંથી માંગી લાવે એ ખાઈને સુઈ જઈએ. આ પરિવરો એટલી મોટી તકલીફમાં તેઓનું ગુજરાન ચલાવી રહ્યા છે તે જોઈને તમારું પણ હૃદય કંપી જશે.

error: Content is protected !!