જો તમે જમ્યા પછી આ મુખવાસ ખાશો તો, હંમેશા નિરોગી જીવન જીવી શકશો…

ભગવાનને ભોગ ધરાવ્યા પછી તેમને મુખવાસ ધરાવતા હોઈએ છીએ, તેવી જ રીતે આપણે પણ જમ્યા પછી મુખવાસ ખાઈએ જ છીએ. જમ્યા પછી મુખવાસ ખાવાની પાછળ ધાર્મિક અને આયુર્વેદિક કારણ પણ છે.

શરીરને અમુક રોગોથી દૂર રાખવા માટે સારામાં સારો મુખવાસએ વાત, પિત્ત અને કફ એમ ત્રણેય દોષોનો નાશ કરે છે. તેની સાથે સાથે આપણે જે કઈ પણ ખાધ્યું છે તે બરાબર રીતે પછી પછી જાય અને કાચો આમ ના બને, તેમાંથી વાયુ પણ ઉભોના થાય.

તમારે શરીરને નિરોગી રાખવા માટે અને રોગોથી દૂર રાખવા માટે સૌથી પહેલા વરિયાળી, જીરું અને શેકેલી અળસી આ ત્રણેયને સરખા ભાગે લઈને એક ડબ્બો ભરી દેવાનો.

આ મુખવાસનો જમ્યાના પાંચ મિનિટ પછી એક થી બે ચમચી આ મુખવાસ બરાબર ચાવીને ખાઈ લેવાનો છે. શરીરની ડાયજેશન સિસ્ટમને પણ મજબૂત કરશે. જેથી કરીને આપણે ભવિષ્યમાં પેટના રોગોથી દૂર રહીશું.

જીરુંએ ખોરાકને પચાવવાનું કામ કરે છે, અને વરિયાળી જે છે તે વાયુ અને પિત્તનું શમન કરે છે. ત્યારબાદ જે વધેલા કચરાને બહાર કાઢવાનું કામ અળશી કરે છે. તો તમારે આ મુખવાસની ટેવ ઘરના બધા જ લોકોએ ચાલુ કરી દેવાની છે. તેની ફાયદો તમને ત્રણ થી છ મહિનામાં જોવા મળશે. જેથી ઘરમાં જે કોઈ લોકોને પેટ સંબધિત તમામ રોગો ચુટકીમાં દૂર થઇ જશે અને રાહત થઇ જશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!