બહુચર માં કેમ આખા કિન્નર સમાજની આરાધ્ય દેવી તરીકે પૂજાય છે, તેની પાછળ પણ છે એક રહસ્ય.

ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજીમાં આવેલું છે. માં બહુચરનું ધામ. આ ધામ અનેક ભક્તોની આસ્થનું કેન્દ્ર છે. દૂર દૂરથી ભક્તો આ મંદિરમાં માનતા માનવા અને પુરી કરવા માટે આવે છે. બહુચરમાં કિન્નરોના આરાધ્ય દેવી તરીકે પૂજાય છે

એની પાછળ પણ એક અનોખો ઇતિહાસ જોડાયેલો છે. ગુજરાતના હળવદ તાલુકાના સાપકડા ગામમાં દેવલ આઈ અને બાપલા દેથાના ઘરે ચાર દીકરીઓએ જન્મ લીધો હતો.

આ ચાર દીકરીઓ બુટભવાની માતા, બહુચર માતા, બલાડ માતા અને બાલવી માતા હતા. બહુચર માતા તેમની ચાર બહેનો સાથે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક બપિયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો.

માતાજી ચારણ કુળમાં જન્મ્યા હતા એટલે જયારે લડાઈમાં આ કુળના લોકો હારવા લાગે ત્યારે ભાગવા કરતા પોતાનો જીવ આપી દેવાનું પસંદ કરે છે. આવું જ બહુચર માતા અને તેમની બહેનો એ કર્યું.

તેમને પોતાના સ્તન જાતે જ વાઢી નાખ્યા અને બપિયા પર શ્રાપ ચડ્યો અને તે નપુંસક બની ગયો. તેનો આ શ્રાપ ત્યારે જ દૂર થયો જયારે તેને સ્ત્રીઓના કપડાં અને ઘરેણાં પહેરીને બહુચર માતાની આરાધના કરી.

દર પૂનમે અહીં મેળો ભરાય છે. આ દિવસે માતજી ચાંદીની પાલખીમાં બેસીને નગરમાં નીકળે છે. આખા ભારતમાંથી કિન્નરો માતાજીના દર્શન કરવા માટે અહીં આવે છે. બહુચર માતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જે લોકોને સંતાન નથી થતા તે લોકો બહુચર માતાજીની માનતા માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!