માતા વરુડીએ આપ્યો હતો ૯ લાખ સેનાને પરચો, જેમના સાક્ષાતકાર આજે પણ લોકોને થાય છે.
આજે અમે તમને વરુડી માતાના એક એવા મંદિર વિષે જણાવીશું કે જેના ચમત્કાર વિષે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. વરુડી માતાનું મંદિર જામનગરના કાલાવાડથી માત્ર 12 કિલોમીટર દૂર ધુળસીયા નામના ગામમાં સાક્ષાત વરુડી માતા બિરાજમાન છે. આ મંદિરમાં દર વર્ષે એક સ્વયંભૂ ત્રિશુલ પ્રગટે છે. અહીં આવતા ભક્તોને અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે.
ઇસ 1025 માં જૂનાગઢમાં રા નવગણનું શાશન હતું. રા નવગણની એક બહેન હતી તેનું નામ જાહલ હતું. એ સમયે ખુબજ દુષ્કાળ પડ્યો હતો. જાહલ અને તેનો પતિ માલધારી હતા.
તેમની પાસે ખુબજ ગયો ભેંસો હતી. દુષ્કાળમાં તેઓ પોતાના પશુઓ લઇને સિન્ધ પ્રાંતમાં પશુપાલન કરવા માટે ગયા હતા. ત્યાં એક મુસ્લિમ રાજાનું શાશન હતું અને તે ખુબજ કપટી હતો.
તે જાહલની સુંદરતા પર મોહી ગયો અને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું. તે સૌરાષ્ટ્રની સ્ત્રી હતી તેથી એવું તો શક્ય ન હતું અને જો તે આવું ન કરે તો રાજા તેના આખા પરિવારની હત્યા કરી દેશે.
જાહલે યુક્તિ વાપરીને તેના ભાઈને રાજા સાથે લાડવા માટે બોલાવ્યો. રા નવઘણ તેના 9 લાખ સૈનિકો સાથે તેની બહેનને મુક્ત કરવા નીક્ળર્યો ત્યારે જામનગર નજીક રાજાને બાળકીના સ્વરૂપમાં વીરૂડી માતાએ
9 લાખ સૈનિકોને ભરપેટ ભોજન કરવાયું હતું અને આશીર્વાદ આપ્યા હતા. કે તું તારા કામમાં સફળ થઈશ. તેને રાજાની હત્યા કરીને તેની બહેનને મુક્ત કરાવી. આમ માતા વરૂડીએ 9 લાખ સેનાને તેનો પરચો પૂરું પડ્યો હતો.