માતા પિતા ૨ કલાક સુધી ડોક્ટરની રાહ જોતા રહ્યા એટલા માતો ૫ મહિનાની માસૂમે પોતાના પિતાના ખભા પરથી જ દુનિયાને અલવિદા કહી દીધું.
એક પિતા કે જે પોતાના કલેજાના ટુકડાને ગળે લગાવીને રોઈ રહ્યો છે. આ ઘટના જાણીને તમે પણ રોઈ પડશો. 5 મહિનાની માસુમ દીકરી જે જેનું નામ નિત્યા હતું. તે ખાટલા પર સુઈ રહી હતી.
અચાનક તે નીચે પડી ગઈ અને બેહોશ થઇ ગઈ. આ માસૂમના માતા પિતા તેને લઈને તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયા પણ સરકારી હોસ્પિટલમાં કોઈ ડોક્ટર જ હાજર ન હતો.
આ પરિવાર પોતાની દીકરીની સારવાર માટે 2 કલાક સુધી ડોક્ટરની રાહ જોતો રહ્યો પણ કોઈ ડોક્ટર ન આવતા. 5 મહિનાની માસુમ નિત્યાએ આ દુનિયાને અલવિદા કહી દીધું.
શું હશે તે પિતાની વેદના કે જે પોતાના કાળજાના ટુકડાને બચાવવા માટે તેના ખભા પર લઈને આમ તેમ ફરી રહ્યો હતો. પોતાના ખભા પર જ પોતાની દીકરીનું મૃત્યુ થઇ જતા પિતા હોસ્પિટલ પ્રસાસન પર ગુસ્સો ઠાલવી રહ્યો હતો.
હવે દર વખતના જેમ હોસ્પિટલ પ્રશાશન ઘટનાની તાપસ કરશે રામ જાણે હવે આમની તપાસ ક્યારે પુરી થશે અને આ માસુમને ક્યારે ન્યાય મળશે. લોકોને ડિજિટલ ઇન્ડિયા કે વિકાસના જુઠા જુઠા સપના નથી જોવા પણ ખાલી એટલું કરો કો બીજા કોઈ માસુમનો આવી રીતે જીવ ન જાય અને સરકારી હોસ્પિટલની થોડી હાલત સુધારવાની જરૂર છે.