જો તમે આ મશીનથી નાસ લેતા હોય તો ચેતી જજો, આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
હાલ કોરોના સંક્રમણ ખુબજ વધી રહ્યું છે. માટે લોકો અત્યારે ખુબજ નાસ લઇ રહ્યા છે અને નાસ લેવા માટે લોકો બજારમાં મળતા પ્લાસ્ટિકના વેપોરાઇઝરનો ઉપયોગ કરતા હોય છે.
આનાથી કેટલા નુકશાન થઇ શકે છે એના વિષે આજે અમે તમને જણાવીશું. તમે જોયું હશે કે નાસ લેવાનું મશીન ચાલુ કરતા જ 20 સેકન્ડમાં વરાળ નીકળવા માંડે છે એટલે કે પાણીની બળજબરી પૂર્વક તેની વરાળ નીકાળવામાં આવે છે.
જયારે તમે તપેલીની અંદર પાણી ગરમ કરતા તેની વરાળ નીકળતા 10 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે આ મશીનોમાં પાણીને બળજબરી પૂર્વક ગરમ કરવામાં આવે છે. આ મશીનો પ્લાસ્ટિકના બનેલા હોય છે
તેથી પાણી ગરમ થતા એની સાથે પ્લાસ્ટિક પણ ગરમ થાય છે પ્લાસ્ટિકની ગંધ આપણે નાસ લઈએ ત્યારે આપણા નાક દ્વારા ફેફસામાં જાય છે એટલે કે એ પ્લાસ્ટિકને બનાવવામાં જે કેમિકલનો ઉપયોગ થયો છે એ પણ આપણા શરીરમાં જાય છે. જે આપણા શરીરને ક્યાંકને ક્યાંક નુકશાન કરી શકે છે.
જો શક્ય હોય તો આવા પ્લાસ્ટિકના નાસ લેવાના મશીનનો ઓછો ઉપયોગ કરો અને નાસ લેવા માટે આપણી દેશી પદ્ધતિ છે એનો જ ઉપયોગ કરો. પ્લાસ્ટિકના નાસ લેવાના મશીન માંથી નીકળતી વરાળ ખુબજ ગરમ હોય છે જેનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતા પણ વધારે હોય છે. તેથી આપણા શરીરને નુકશાન કરી શકે છે. જો શક્ય હોય તો તપેલી દ્વારા જ નાસ લો એ જ બેસ્ટ પદ્ધતિ છે.