જયારે પણ આ માતાને પોતાના મૃત્યુ પામેલા દીકરાની યાદ આવે છે ત્યારે સ્મશાનમાં તેની રાખ ઉપર જઈને સુઈ જાય છે, આ માની વેદનાની તમે કલ્પનાભી ના કરી શકો…

આપણા ગુજરાતીમાં એક એવી કહેવત છે કે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય, દુનિયામાં માતાનો દરજ્જો સૌથી ઉપર માનવામાં આવ્યો છે. તેની વચ્ચે માતૃપ્રેમના કેટલાય કિસ્સાઓ જોવા મળતા હોય છે. માતૃપ્રેમની વાતો એ સાહિત્ય કારો, કવિઓએ લખી છે અને ઘણી કવિતાઓ પણ ગયા છે.

તેવામાં હાલમાં એક એવો જ માતૃપ્રેમનું સાચું ઉદાહરણનો કિસ્સો બનાસકાંઠામાંથી નજરે જોવા મળી રહ્યો છે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનેરૂ ગામમાં માતૃપ્રેમનો એક અનોખો કિસ્સો નજર સામે આવ્યો છે.

આ ગામની અંદર મંગુબેન ચૌહાણ નામના મહિલાના પરિવારમાં તેમના પતિનું માર્ગ અકસ્માતમાં ૧૦ વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું. તેમના દીકરાઓ અને દીકરીના તેઓએ ખૂબ જ મહેનત કરીને લગ્ન તો કરાવી લીધા હતા.

આ મંગુબેનનો નાનકડો દીકરો મહેશ જે તેમનો ખુબ લાડકવાયો હતો અને તેથી વધુ પડતો તેની માતાની પાસે જ રહેતો હતો. તેની સાથે સાથે તેની માતાની પણ ખુબ જ સાર-સંભાર રાખતો હતો. તેવામાં અચાનક માતા અને દીકરાના પ્રેમને કોઈકની નજર લાગી ગઈ.

તેથી ૪ મહિના અગાઉ જુનેરૂ પાસેથી પસાર થતી રેલવે ટ્રેક પાસેથી મંગુબેનના દીકરા મહેશનો મૃતદેહ જોવા મળ્યો હતો. આમ દીકરાના મૃત્યુની વાત જાણતા આ માતાનું તો જાણે બધું લૂંટાઈ ગયું હોય અને હૈયાફાડ રુદન પછી પણ મોટા શોકમાં આવી ગઈ હતી.

ત્યારબાદ આ માતા તેના પુત્રના જે જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં રાખની પાસે જઈને એક લાકડાને બાથમાં ભરીને સુઈ જાય છે. એવું આ માતા રોજે રોજ આમ તેની રાખ પાસે આ લાકડું લઈને સુઈ જતી હતી, તેવામાં જયારે ગામના લોકોને આ વાતની ખબર પડી તો તેમને સ્મશાનેથી ઘરે મૂકી આવે છે. આમ આ એક સાચી માતૃપ્રેમનું ઉદાહરણ છે.

error: Content is protected !!