આજે પણ આ મંદિરમાં હનુમાન દાદા આરામ કરવા માટે આવે છે, કળિયુગમાં હનુમાન દાદાનો પરચો.

આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવીશું કે જ્યાં આજે પણ મહાબલી હનુમાન આરામ કરવા માટે આવે છે. હનુમાન દાદા અજર અમર છે માટે આજે કળિયુગમાં પણ તેમનો વાસ છે. હનુમાન દાદાને સંકટ મોચન કહેવામાં આવે છે. માટે જો તેમની સાચા દિલથી પૂજા અર્ચના કરવામાં આવે તો તે વ્યક્તિના જીવનથી બધી તકલીફો દૂર કરે છે.

આજે અમે જે મંદિર વિષે વાત કરવાના છીએ તે મંદિર વિષે લોકોનું માનવું છે ત્યાં આજે પણ હનુમાન દાદા આરામ કરવા માટે આવે છે. આ મંદિર જયપુરના અલવરમાં આવેલું છે.

આ મંદિરનું નામ પાંડુ પોલ હનુમાન છે. આ મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ શયન મુદ્રામાં આવેલી છે. એટલે કે આ મંદિરમાં હનુમાન દાદા આરામ કરી રહ્યા છે એવું દર્શાવામાં આવ્યું છે.

એકવાર આ જગ્યાએ હનુમાન દાદા આરામ કરી રહયા હતા તે સમયે પાંડવો તેમની માતા સાથે આ જંગલમાં ફરતા હતા તેમને બહાર જવાનો રસ્તો ન મળતા હનુમાન દાદાએ પોતાની ગદાના પ્રહારથી એક ડુંગરને તોડી નાખ્યો હતો.

ત્યાર પછી પાંડવો હનુમાન દાદાની પ્રશન્શા કરવા લાગ્યા અને આ વાત ભીમને ના ગમી એટલે તે પોતાની શક્તિનું પ્રદર્શન હનુમાન દાદા આગર કરવા લાગ્યો પણ હનુમાન દાદા આગળ તેનું કઈ ના ચાલ્યું આ પછી પાંડવોએ તેમનું અહીં મંદિર બનાવ્યું. લોકોનું માનવું છે કે વર્ષમાં એક વખત હનુમાન દાદા અહીં આરામ કરવા માટે આવે છે.

error: Content is protected !!