આ મંદિરનો દરવાજો ખુલે એના પહેલા આરતી થઇ ગયેલી હોય છે, લોકોને આજ સુધી કોઈને ખબર નથી કે આ આરતી કોણ કરે છે, લોકોને બંધ દરવાજે ઘંટના આવાજ પણ સંભરાય છે.

આજે અમે તમને એક એવા રહસ્યમય મંદિર વિષે જણાવવાના છીએ જેના ચમત્કાર વિષે જાણીને તમને પણ નવાઈ લાગશે. વર્ષોથી આ મંદિરમાં દરવાજો ખુલે એની પહેલા જ આરતી થઇ જાય છે.

ભારતમાં ઘણા એવા મંદિરો હોય છે કે જે તેમના આગવા ઇતિહાસ માટે ખુબજ જાણીતો છે. આ મંદિરમાં આપોઆપ આરતી થઇ જાય છે. ત્યાં આજે પણ કોઈ પૂજારી દ્વારા આરતી નથી કરવામાં આવતી.

જયારે પણ મંદિર ખુલે એની પહેલા આરતી થઇ ગયેલી હોય છે. બંધ મંદિર માંથી આરતી અને ઘંટનો આવાજ સંભરાય છે. મંદિર ખુલે એની પહેલા અંદર કોણ આરતી કરે છે. આ વાત આજે પણ એક રહસ્યમય છે.

આ મંદિરમાં સવારે બ્રહ્મમુરતમાં 2 થી 3 વાગ્યાની આસપાસ આ મંદિરમાં લોકોને આરતી અને ઘંટના આવાજ સંભરાય છે. આ મંદિર મધ્યપ્રદેશ સતના જિલ્લામાં આવેલું છે.

આ મંદિર શારદા દેવી તરીકે જાણીતું છે. આસ્થાના પ્રતીક સમાન માતાજીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. આ મંદિરની કથા પૃથ્વીરાજ સાથે સંકળાયેલી છે.

તેમના યુદ્ધ દરમિયાન આલ્હા નામના યોદ્ધાને માતજીએ તલવાર મૂકી દેવાની કહી હતી. માતજીના કહેવાથી આલ્હાએ ચાલુ યુદ્ધે તલવાર મૂકી દીધી હતી અને આજે પણ તે તલવાર મંદિરમાં હયાત છે. કહેવામાં આવે છે કે આલ્હા મંદિર ખુલ્યા પહેલા માતાજીની આરતી કરે છે.

error: Content is protected !!