આ મંદિરમાં પવિત્ર પ્રસંગે અચાનક જ ઘંટડીઓ વાગવાની શરુ થઇ જાય છે, આજસુધી આનું રહસ્ય કોઈ ઉકેલી શક્યું નથી..

આપણા દેશમાં કેટલાય મંદિરો આવેલા છે, અને દરેકે દરેક મંદિરની પાછળ કેટલાક રહસ્યો અને સત હોય છે. એવું એક મંદિર જે ઉત્તરાખંડમાં આવેલું છે જે મહાદેવનું મંદિર છે, અહીંની એક ખાસ વાત છે

જેમાં અહીંયા લગાડેલી ઘંટડીઓ આપમેળે વાગવા લાગે છે. આ મંદિર વિશેની કેટલીક માન્યતાઓ પણ છે અહીંયા ખાસ તહેવારોમાં કેટલા દેવતાઓ મહાદેવની પૂજા કરવાની માટે અહીંયા આવે છે તેવામાં આ મંદિરની ઘંટડીઓ આપમેળે વાગવા લાગે છે.

મહિનાની પૂનમ હોય છે પછી શિવરાત્રી હોય,જેમાં વિવિધ પવિત્ર દિવસે અહીંયા મંદરીની ઘંટડીઓ આપમેળે વાગવા લાગે છે તેવું કહેવાય છે. આની વિષે મંદિરના પંડિત રાજેન્દ્રગિરિની એવું કહેવું છે કે

તેઓએ અને મંદિરની અંદર આવતા મહાદેવના ભક્તોએ આવો અનુભવ કરેલો છે. ભગવાન મહાદેવનું આ મંદિર ઉત્તરાખંડની તીર્થભૂમિ રિષિકેષમાં વીરભદ્ર મહાદેવના નામથી પ્રખ્યાત છે.

શિવની જટામાંથી ઉત્પ્ન્ન થયેલ વીરભદ્ર રાજા દક્ષનો યજ્ઞનો ભંગ કર્યો હતો. આ વીરભદ્રએ આ મંદિરની સ્થાપના કરી હતી, અને તેથી જ આજે પણ આ મંદિર વીરભદ્રના નામથી ઓરખવામાં આવે છે.

આ મંદિરમાં આવનાર ભક્તોની તમામ મનોકામના પુરી થાય છે. આ મંદિરમાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે અને આ મંદિરનો ઇતિહાસ ૨૦૦૦ વર્ષ જૂનો હોય એવું જાણવા મળી રહ્યું છે. અહીંયા ખોદકામ કરવાથી એવું મળ્યું છે કે અહીંયા ઘણી વસ્તુઓ ૧૦૦મી સદીની પણ મળી આવી છે.

error: Content is protected !!