આ મંદિરમાં ચોરી કરવાથી તમારી દરેક મનોકામના પુરી થાય છે…

આપણાં દેશમાં કેટલાય મંદિરો આવેલા છે અને તેમાંએ દરેક મંદિરની જુદી જુદી માન્યતાઓ પણ હોય છે. તેની સાથે સાથે મંદિરોનું સત પણ એટલું જ હોય છે. આપણા હિન્દૂ ધર્મમાં ભગવાનના રહેવાની આ જગ્યાને ખુબ જ મહત્વ આપવામાં આવે છે અને તેની પાછળના રહસ્યો અને તેની પૂજાની કેટલીક વિશિષ્ટ રીતો પણ દર્શાવવામાં આવી છે.

ચોરી કરવીએ એક પાપ અને ગુનો માનવામાં આવે છે, જો તમને કોઈ એવું કહે કે ભગવાનના મંદિરમાં જ ચોરી કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પુરી થાય છે અને તેની કોઈ સજા પણ નથી મળતી તો તેના માટે તમે શું કહેશો.

તેવું જ એક મંદિર આપણા દેશમાં આવેલું છે કે જ્યાં, ચોરી કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પુરી થાય છે. તમે આ વાતનો વિશ્વાસ કરો કે ના કરો આ બાબત એક હકીકત છે.

દહેરાદુનમાં રૂડકી એક ધાર્મિક સ્થળ એવું છે કે, જ્યાં ચોરી કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પુરી થઇ જાય છે. આ મંદિરનું નામ છે માં ચુડામણી દેવી મંદિર. રૂડકી શહેરના ચુડીયાલા ગમે આ દેવીમાનું મંદિર આવેલું છે.

આ મંદિરની અંદર પુત્ર પ્રાપ્તિની ઈચ્છા દર્શાવતા દંપત્તિઓ અહીંયા માથું નમાવવા આવે છે. જે દંપતીને આ સુખ નથી હોતું તે દંપતી અહીંયા આવીને માતાના ચરણોમાં રહેલો લાકડાનો ટુકડો ચોરી કરીને તેમની સાથે લઇ જાય છે તો, તેના ઘરે પુત્રનો જન્મ જરૂરથી થાય છે.

ત્યારબાદ પુત્રના સાથે માતા-પિતાએ આ દેવીના ચરણોમાં શીશ નમાવવા આવવાનું હોય છે. તેની સાથે સાથે એવી પણ માન્યતા છે કે એક લાકડાનો ટુકડો પુત્ર થતા તેના હાથે પણ ચોરાવવાની માન્યતા છે. આ ગામના લોકોનું એવું કહેવું છે કે, આ દેવી સાક્ષાત છે.

error: Content is protected !!