ગુજરાતમાં આ જગ્યા પર આવેલું છે લગનિયા હનુમાન મંદિર કે જ્યાં જે પણ પ્રેમીપંખીડાઓના લગ્નમાં તકલીફ આવતી હોય તે બધી દૂર થાય છે.
આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવીશું કે જેને લગનિયા હનુમાન તરીકે ઓળખાય છે. આ મંદિરમાં જે પ્રેમી પંખીડાઓના લગ્ન માટે તેમના પરિવાર નથી માનતા તેવા પ્રેમી પંખીડા અહીં લગ્ન કરવા માટે આવે છે.
આ મંદિર ખુબજ નાનું છે પણ પ્રેમી પંખીડા લગ્ન કરવા માટે અહીં આવતા હોવાથી આ મંદિર ખુબજ લોકપ્રિય છે. આ મંદિર અમદાવાદમાં મણિનગરમાં આવેલું છે.
સામાન્ય રીતે મંદિરની દીવાલો પાર ભગવાનના ફોટા લગાવવામાં આવે છે પણ આ મંદિરની દીવાલો પર વેલેન્ટાઈન ડે ના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ મંદિરના પુજારીને લોકો વેલેન્ટાઈન બાબા તરીકે ઓળખે છે.
તેઓ આ મંદિરમાં ભાગીને આવતા પ્રેમી પંખીડાના લગ્ન કરાવે છે. આ મંદિરમાં પરમિશન લઈને લગ્ન કરી આપવામાં આવે છે. આ મંદિરમાં અત્યાર સુધી 12000 જેટલા લોકોના લગ્ન થઇ ચુક્યા છે.
એવું નથી કે ઘરેથી ભાગીને આવતા પ્રેમી પંખીડાના સીધા લગ્ન કરાવી દેવામાં આવે છે. પેહલા તેમની ઉંમર પૂછવામાં આવે છે સાથે સાથે ID પ્રૂફ પણ માંગવામાં આવે છે. જો બધું બરાબર હોય તો લગ્ન કરાવી આપવામાં આવે છે.
આમ તો વર્ષના 365 દિવસ લગ્ન માટે પ્રેમી પંખીડા આ મંદિર માં આવતા હોય છે પણ સૌથી વધુ ભીડ વેલેન્ટાઈન ડે ના દિવસે હોય છે. અહીં આવતા પ્રેમી પંખીડા પાસેથી 5 થી 7 હજાર રૂપિયા કોર્ટના પેપર વર્ક અને
બીજા બધા કામો માટે લેવામાં આવે છે. આ મંદિરમાં એક ગે પ્રેમી પંખીડાના લગ્ન પણ કરી આપવામાં આવ્યા હતા. આ મંદિરમાં અડધી રાતે આવતા પ્રેમી પંખીડાના લગ્ન પણ કરી આપવામાં આવે છે.