આ મંદિરમાં છેલ્લા ૪૭૭ વર્ષોથી એક ભઠ્ઠી, વગર માંચીસે સળગી રહી છે…
આપણા દેશમાં ઘણા એવા મંદિરો આવેલા છે અને તેની પાછળની કેટલીક રહસ્ય મયી હોય છે. જેમાં કેટલાક મંદિરો પ્રાચીન હોય છે, જેમાં દરેકે દરેકની પોતાની જુદી જુદી લાક્ષણિકતા પણ હોય છે. તેવા જ એક મંદિર વિષે જાણીએ. આ મંદિર વૃંદાવનમાં આવેલું રાધા-રમણ મંદિરની વાત કરીએ કે જ્યાં છેલ્લા ૪૭૭ વર્ષોથી એક ભઠ્ઠી સતત સરગી રહી છે.
આ ભઠ્ઠીનો ઉપયોગએ ઠાકોરજીની રસોઈ બનાવવાની માટે અહીંયા કરવામાં આવે છે. આ ભઠ્ઠીનો ઉપયોગ શ્રી રાધારમણ મંદિરમાં દીવો પ્રગટાવવા અને તેની સાથે સાથે ત્યાં ભગવાનનો પ્રસાદ બનાવવાની માટે થાય છે. અહીંના પૂજારી અને સ્વામી એવું કહે છે કે આ ભઠ્ઠીએ સતત સરગતિ જ રહે છે, આ ભઠ્ઠીએ ૧૦ ફૂટની છે અને તે રાત્રીના સમયની અંદર ઢંકાયેલી હોય છે.
આ ભઠ્ઠીમાં સૌથી પહેલા લાકડું નાખવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી રાખ ઉડાડી દેવામાં આવે છે જેથી આગ સરગે છે. આ મંદિરના રસોડામાં મંદિરમાં સેવા કરતા લોકો જ જઈ શકે છે,
અને તે પણ ખાલી ધોતી પહેરીને જ જઈ શકે છે. જો આ લોકો એક વાર અંદર ગયાના પછી સંપૂર્ણ પ્રસાદ ના બને ત્યાં સુધી બહાર પણ નથી જઈ શકતા. જો તમારે કોઈ કારણસર બહાર જવું પડ્યું હોય તો ફરી અંદર જવા ફરીથી સ્નાન કરવું પડે છે.
આ ભઠ્ઠીનું રહસ્ય એ છે કે, જયારે પ્રભુ વર્ષ ૧૫૧૫માં વૃંદાવન આવ્યા હતા તેવામાં તેઓએ છ ગોસ્વામીઓને તીર્થ સ્નાનોના વિકાસની જવાબદારી આપી હતી. તેવામાં શ્રી રાધારમણ પ્રગટ થયા હતા અને તેવું કહેવામાં આવે છે કે ૪૭૭ વર્ષોથી આ ભઠ્ઠી સરગી રહી છે.