લક્ષ્મીમાતાનું ૧૧૦૦ વર્ષ જૂનું ચમત્કારિક મંદિર કે જ્યાં માતા દિવસમાં ત્રણવાર પોતાનું સ્વરૂપ બદલે છે.

મિત્રો આપણા દેશમાં ઘણી ચમત્કારિક જગ્યાઓ આવેલી છે. આજે અમે તમને એક એવા જ ચમત્કારી મંદિર વિષે જણાવીશું કે જ્યાં માનવામાં આવે છે કે તે મંદિરમાં સાક્ષાત લક્ષ્મીમાતાનો વાસ છે. અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે મંદિરમાં આખા દિવસ દરમિયાન ત્રણ સ્વરૂપ બદલે છે. આ મંદિર મધ્યપ્રદેશના જબલપૂરમાં આવેલું છે.

આ મંદિર ૧૧૦૦ વર્ષ જૂનું છે. લક્ષ્મીમાતાનું આ મંદિર પર એવી કૃપા છે કે જેનાથી મંદિરમાં સ્થાપિત મૂર્તિ દિવસમાં ત્રણ વખત પોતાનું સ્વરૂપ બદલે છે. શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો પરમ દિવસ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે આ મંદિરમાં ભકતોની ખુબજ ભીડ જોવા મળે છે. શુક્રવારના દિવસે માંગવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

આ મંદિરમાં છેલ્લા ૨૫ વર્ષથી એક અખન્ડ જ્યોત સળગી રહી છે. અહીં ભક્તોની માનતા પુરી થવા પર માતા લક્ષ્મીને આખું નારિયેળ દોરીમાં લપેટીને આપવામાં આવે છે. આ મંદિરની પ્રતિસ્થા આખા દેશમાં ફેલાયેલી છે. કોઈ તહેવારના દિવસોમાં આ મંદિરમાં માતાના દર્શન કરવા કરવા માટે ભક્તોની મોટી મોટી લાઈનો લાગે છે.

અહીં માન્યતા છે કે દિવાળીના દિવસોમાં જે પણ કોઈ ભક્ત મંદિરમાં આવીને એક દીવો પ્રગટાવી જાય છે. તેનું આવનાર આખું વર્ષ ખુબજ સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે. અને તે ભક્તને લક્ષ્મીમાતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માં લક્ષ્મી આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!