ગુજરાતના આ દાદીના ઘડપણનો સહારો બની ૪૦૦ ચામાચિડિયો.
અમદાવાદથી 50 કિલોમીટર દૂર આવેલા રાજપુરા ગામમાં રહેતા શાન્તા બેનના ઘરમાં 400 થી પણ વધારે ચામાચિડીઓ રહે છે. શાન્તા બહેનના ઘરમાં છેલ્લા 10 દિવસ વર્ષથી ચામાચીડીઓ રહે છે.
શાન્તા બહેનના ઘરનો એક રૂમ આખો ચામાચીડીઓથી ભરેલો છે. ચામાચીડીઓથી એક ભયાનક નિપાહ વાઇરસ પણ ફેલાય છે. જે આપણા માટે ખુબજ ઘાતકી સાબિત થઇ શકે.
શાન્તા બેનને કોઈ પણ જાતનો ડર નથી કે તેમને નિપાહ વાઇરસ થશે. ચામાચીડીઓ દ્વારા ફેલાવામાં આવતી ગંદકી પણ શાન્તા બેન પોતે જ સાફ કરે છે. શાન્તા બેન ઘરમાં એકલા રહેવા કરતા ચામાચીડીઓ સાથે રહેવાનું વધારે પસંદ કરે છે. શાન્તા બહેન પોતાના ઘરમાંથી કયારેય ચામાચીડીઓને નીકાળવા નથી માંગતા.
શાન્તા બહેનના 4 બાળકો હતા. 3 છોકરીઓ અને 1 છોકરો. 3 છોકારીઓના લગ્ન થઇ ગયા છે અને છોકરો મુંબઈમાં નોકરી કરે છે. આઍટ્લે શાન્તા બેન આજે એકલા પડી ગયા છે.
શાન્ત બહેન આજુબાજુના ગામોમાં ચામાચીડીઓના બા તરીકે ઓળખાય છે. ચામાચીડીઓની ગંધથી છુટકાળો મેળવવા માટે દિવસમાં બે વાળ લીમડાના પાનનો ધુમાડો કરે છે. શાન્તા બેનનું માનવું છે કે આ ઘડપણના સમયમાં ચામાચીડીઓ તેમનો સહારો બની છે. માટે તે તેમને પોતાના ઘરમાંથી કયારેય બહાર કાઢવા નથી માંગતા.