નવસારીની આ ખેડૂત મહિલાઓ તાઉતે વાવાઝોડાથી થયેલા નુકસાનથી પણ પૈસા કમાઈ રહી છે…

થોડા દિવસો પહેલા ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ તેનો કહેર વરસાવ્યો હતો. જેમાં દક્ષિણી ગુજરાતના ખેડૂતોના પાકોને ઘણું મોટું નુકસાન થયું હતું. તેવામાં હાલ ઉનાળામાં કેરીની સીઝન ચાલી રહી છે.

જેમાં આ વાવાઝોડાએ કેરીના પાકને ઘણું મોટું નુકસાન કર્યું છે. તેવામાં આ નવસારીના પ્રગતિશીલ ખેડૂત મહિલાઓએ સરકારની રાહતની રાહ જોયા વગર જ નુકસાની સરભર કરવાના પ્રયાસો ચાલુ કર્યા છે.

નવસારીના બોરિયાચના પ્રગતિશીલ મહિલા ખેડૂત ભૌનીતાબેન પટેલ નામના આ મહિલા ખેડૂતે ૫ વીઘામાં કેરીનો, ચીકુ અને શેરડીનો પાક કર્યો હતો. તેઓએ ઝાડ ઉપર ફ્લાવરિંગ આવતા આખા પરિવારને સારો પાક થશે તેવી આશા હતી.

શરૂઆતમાં પાક સારો ઉતર્યો હતો, પણ આ વાવાઝોડું આવવાથી અંબા ઉપર લટકતી કેટી ખરી પડી હતી. જેથી આ મહિલા ખેડૂતે કેરીને મફતના ભાવમાં વેચવાને બદલે આ કેરીના અથાણાં બનાવવાનું ચાલુ કરી દીધું હતું.

આ મહિલા ખેડૂત રાત દિવસ એક કરીને અથાણાં બનાવી રહ્યા છે. કૃષિ યુનિવર્સીટીને અનુસરીને કાચી કેરીના અથાણાં અને ચૂર્ણ સહિતની વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે. આ ખેડૂતે એવો દાવો પણ કર્યો હતો કે આ અથાણાંના વેચાણથી મોટા ભાગની નુકસાની સરભળ થઇ જશે.

error: Content is protected !!