11 મહિલાઓ દ્વારા 1000 રૂપિયામાં ચાલુ કરવામાં આવેલો આ ધંધો આજે કરોડો રૂપિયાનો બની ગયો છે.

ફક્ત 1000 રૂપિયાના ફાળાથી મહિલાઓ દ્વારા શરુ કરાયેલો આ ગુહ ઉદ્યોગ આજે કરોડો રૂપિયાનો નફો કરી રહ્યું છે. આ ગુહ ઉદ્યોગ સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલો છે.

આ સંસ્થાનું નામ વર્ધમાન ગુહ ઉદ્યોગ છે. બેસહારા અને લાચાર મહિલાઓને કોઈની સામે પૈસા માટે હાથ લાંબો ન કરવો પડે તે માટે આજ થી 36 વર્ષ પહેલા આ ગુહ ઉદ્યોગની શરૂઆત કરવામાં આવ્યો હતો.

પન્નાબેન શુક્લા કે જે વઢવાણની એક કોલેજમાં અંગ્રેજીનાં પ્રોફેસર હતા. તેમની કોલેજ 12 વાગ્યા પછી છૂટી જતી એટલે તેમને વિચાર આવ્યો કે બપોરથી સાંજના સમયને આપણે વેડફવો ન જોવો જોઈએ

જે લોકો ને આપણી જરૂર છે તેમના કઈ કરવું જોઈએ. કારણ કે જે વિધવા બહેનો હોય તેમને પોતાના દીકરા સામે હાથ લાંબો કરવો ખુબજ મુશ્કેલ બની જાય છે.

આ સંસ્થાની શરૂઆતમાં 11 બહેનો હતી તેમને 101 રૂપિયાની ફાળો ભેગો કરીને 1111 રૂપિયા ભેગા કરીને ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી હતી. સાથે સાથે આ સંસ્થા માં બહેનોને સિલાઈ અને બ્યુટીશનની તાલીમ આપીને શશક્ત બનાવવામાં આવી રહી છે. આજે આ ગૃહ ઉદ્યોગના અથાણું અને નાસ્તા દેશ વિદેશમાં મોકલવામાં આવે છે. આજે આ સંસ્થા વર્ષે કરોડોનું કામ કરે છે.

error: Content is protected !!