દીકરા કહેતા હતા કે, દિવાળી પર નવું ઘર બનાવી દઈએ એટલામાં તો કોરોના બંને દીકરાઓને ભરખી ગયો, તાઉતે વાવાઝોડાએ ઘરને પણ તોડી નાખ્યું શું હશે એ માં-બાપની વેદના…

કોરોનાએ તેના સપેડામાં લઈને કેટલાય લોકોના પરિવારોને વિખુટા પાડી દીધા છે, જાણે આવા પરિવારોની ઉપરથી જાણે છત જ જતી રહી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. કહેવાય છે ને દુઃખ આવે છે એટલે એકસાથે એટલા દુઃખો આવી પડે છે કે તે દુઃખ સહન કરવાની તાકાત એ પરિવારોમાં જ હોય છે. તેવો જ એક કિસ્સો રાજુલા પંથકનો છે, જ્યાં બંને ભાઈને કોરોના થવાથી મોતને ભેટી ગયા હતા.

રાજુલાના એક ગામમાં એક પરિવાર રહે છે, જેમાં એક દાદા તેમનું નામ છગનભાઈ છે. તેઓથી હવે કામ થતું નથી એટલે તેઓ ઘરે જ રહે છે અને તેમના બંને દીકરાઓ મજૂરી કરીને ઘર ચલાવતા હતા.

તેમના બે દીકરાઓ હતા એક ૩૦ વર્ષનો અને બીજો ૩૫ વર્ષનો એમાં ૩૦ વર્ષના દીકરાને થોડાક સમય પહેલા કોરોના થયો હતો અને તેની સેવા ચાકરી મોટા ભાઈ કરતા હતા, અને તેથી તેમને પણ કોરોના થઇ ગયો હતો.

આ બંને ભાઈને સારવાર કરવા માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. છગનભાઈએ આ બંને દીકરાઓની સારવાર પાછળ ૧૦ થી ૧૨ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

તેમ છતાં બંને દીકરાઓ પાછા સાજા થઈને ઘરે નહતા આવ્યા, જેથી તેમના પિતાજીને ગામમાં જમીન પણ નથી. તેઓનું ઘર આ બંને દીકરાઓ જ ચલાવતા હતા, તેવામાં આ તાઉતે વાવાઝોડાને લીધે તેમનું ઘર પણ પડી ગયું હતું.

જેથી તેઓને તેમના ભાઈને ઘરે હાલમાં રહેવા જવું પડ્યું છે. થોડા સમય પહેલા જ છગનભાઈનો નાનો દીકરો એવું કહેતો હતો કે, દિવાળી પછી આપણે નવા મકાનો પણ બનાવી દઈશું, પણ તે દિવાળી જોવા માટે પણ ના રહી શક્યો.

છગનભાઇ એવું કહે છે કે, મારા બે દીકરાઓને બે-બે બાળકો છે, હવે એમનું શું થશે. મારા દીકરાઓની બંને વહુઓ અમને હિંમત આપે છે અને કહે છે અમે બંને છીએ ચિંતા ના કરો અમે મજૂરી કરીને આપણું ઘર ચલાવીશું. હાલમાં હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે જેથી કરીને તેઓને હવે આટલી ઉંમરે ફરીથી મજૂરી કામ કરીને ગુજરાન ચલાવવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!