આ બેન મોચી કામ કરીને દિવસના ૬૦ રૂપિયા કમાઈને તેમનું ગુજરાન ચલાવે છે, તેમની વાત સાંભરીને તમે પણ રડી પડશો…

આ દુનિયામાં બધા જ લોકો પોતાની જરૂરિયાતોને પુરી કરવાની માટે ઘણી મહેનત કરતા જ હોય છે. કેટલાય લોકોને તેમની મહેનતમાં સફળતા મળી જાય છે અને એવા કેટલાક લોકો રહી જાય છે અને તેમની કઠોળ મહેનત પછી પણ ખાવા અને રહેવાના ફાંફા મારવા પડે છે. તેઓ તેમનાથી બનતી પુરેપુરી મહેનત તો કરે જ છે, પણ તેમને પૂરતા પૈસા નથી મળતા.

તેવામાં એક ભાઈ જે સુરતમાં રોડની બાજુમાં બેસીને મોચી કામ કરે છે અને તેમનું ગુજરાન ચલાવે છે. આ ભાઈનું નામ ગજાનંદ છે, ગજાનંદ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે. તેઓ કામના અર્થે અહીંયા ગુજરાતના સુરતમાં પર્વતગામ ભાડાના મકાનમાં રહે છે.

તેઓ ભરણપોષણ માટે મજૂરી કરે છે. આ ગજાનંદ ભાઈના પરિવારમાં તેઓ અને તેમની પત્ની બંને જ રહે છે. આ ભાઈ આ જ જગ્યા ઉપર ૭ વર્ષથી કામ કરે છે. આ ભાઈ દિવસનું ૬૦ થી ૭૦ રૂપિયાનું કામ કરે છે.

ગજાનંદ ભાઈ એવું કહે છે કે, હાલમાં આ કોરોનાના લીધે લોકડાઉન જેવી સ્થિતિ બની છે અને તેનાથી જ હાલમાં કઈ ખાસ ધંધો નથી થતો, મારે ખાલી ખાવાના થોડા પૈસા નિકરી જાય છે, પણ મકાનનું ભાડું તો થોડા મહિનાઓનું હજુ આપવાનું જ બાકી છે.

પહેલા સારો એવો ધંધો થતો હતો પણ હાલમાં આ કોરોનાને લીધે ૫૦ કે ૬૦ રૂપિયાનો જ ધંધો થાય છે. હું સવારે ૯ વાગે આવું છું અને બપોરે ૧ વાગે ઘરે જાઉં છું. બપોરે ૪ વાગે આવું છું અને સાંજે ૭ વાગ્યા જેવો ઘરે જતો રહું છું. હાલમાં હું આવી મહામારીની સામે ખુબ જ મોટી તકલીફ પડી રહી છે.

આ ભાઈને સવારથી સાંજ સુધી મહેનત કરવા પછી પણ ખાલી થોડાક જ પૈસા કમાઈ શકે છે, અને જેથી તેઓ હાલમાં કોરોનાને લીધે બહુજ મોટી તકલીફનો સામનો પણ કરી રહ્યા છે.

error: Content is protected !!