કોરોનાની બીમારીમાં આ લોકોએ રેમડેસીવીર ઇન્જેક્શન ભૂલથી પણ ના લેવું જોઈએ.

આપણે જાણીએ છીએ આ કોરોનાની બીમારીમાં કેટલાય લોકો આ મહામારીનો સામનો કરી રહ્યા છે. જેમાં લોકોને ઓક્સિજન અને આ રેમડેસીવીર ઈંન્જેશન પણ નથી મળી રહ્યા. આવી મહામારીના સમયમાં કેટલાક લોકો કાળાબજારી પણ કરી રહ્યા છે. તેની વચ્ચે કેટલાક લોકોના આ કોરોનાથી મૃત્યુ પણ થઇ જતા હોય છે.

આવી પરિસ્થિતિમાં દર્દીને આપવામાં આવતું રેમડેસીવીર ઇન્જેક્શનએ કયા વ્યક્તિએ વાપરવાનું છે અને કયા વ્યક્તિએ નથી વાપરવાનું અને કયા વ્યક્તિએ વાપરવાનું છે.

કેટલાય લોકોના મનમાં એવું હોય છે કે આ રેમડેસીવીર ઇન્જેક્શન લેવાથી સારું થઇ જાય છે અને તેથી વેન્ટેલિટરની પણ જરૂર નથી પડતી, આ બાબતે WHO એ સ્પષ્ટ કર્યું છે અને કીધું પણ છે કે એવા કોઈ પુરાવા નથી મળ્યા કે જેથી રેમડેસીવીર લેવાથી કોવિદના દર્દીઓના મૃત્યુ દર ઘટાડી શકાય.

આ ઇન્જેક્શન લોકો ઘરે લાવીને સ્ટોક કરી દે છે, પરંતુ કોવીડના દર્દીને ડોક્ટરની સલાહ વગર આ ઇન્જેક્શન લેવાનું નથી. જે કોઈ પણ કોરોનાના દર્દીઓને ગંભીરથી લઈને મધ્યમ અસર હોય છે,

જે દર્દીને શ્વાસ લેવામાં ખરેખર તકલીફ પડે છે તેવા જ દર્દીની માટે આ રેમડેસીવીર ઇન્જેક્શન વાપરી શકાય છે તે પણ ડોક્ટરની સલાહ લઈને લઇ શકાય છે, જો તમને સામાન્ય લક્ષણો જણાય તો રેમડેસીવીર ઈન્જેકશન ના લેવું જોઈએ. જેવાં કોરોનાના દર્દીનું ઓક્સિજન લેવલ ૯૪ % થી ઓછું હોય તેવામાં ડોકટરો આ ઇન્જેક્શન લેવાની માટે સૂચવતા હોય છે.

error: Content is protected !!