પોતાનો જીવ બચાવવા ૧૯૭૧ માં યુગાન્ડાથી ગુજરાત આવેલા લોકોને જરા સાંભરી લેજો કયારેય વિદેશ જવાનો વિચાર નહિ આવે.

1971 માં યુગાન્ડામાં રહેતા ગુજરાતીઓ માટે એ સમય ખુબજ ખરાબ હતો. 1971 માં યુગાન્ડા સરકારે રાતમાં એવી જાહેરાત કરી કે હું બધા વિદેશીઓને 90 દિવસનો સમય આપીએ છીએ યુગાન્ડા માંથી નિકરી જવાનો. યુગાન્ડા સરકારના આ આદેશથી યુગાન્ડામાં રહેતા ગુજરાતીઓના નીચેથી જમીન ખસી ગઈ હતી એ સમયે યુગાન્ડામાં મોટા ભાગના ગુજરાતી લોકો હતા.

ગુજરાતના જે લોકો કે યુગાન્ડાથી ભારત પાછા આવ્યા તેમનું કહેવું છે કે ત્યાં એવી હાલત હતી કે અમે અમારા ઘરને તાળું મારવા પણ નથી રહ્યા અને ગાડી અને ઘર બધું એમના એમ મૂકીને આવ્યા છીએ.

ત્યારે યુગાન્ડામાં 4 વાગે બધી દુકાનો બંધ થઇ જતી હતી અને રસ્તાઓ પર આર્મીની ગાડીઓ ફરતી થઇ જતી હતી અને એ લોકોને મન ફાવે એમ કરતા હતા એટલે 4 વાગ્યા પછી અમારે ઘરની બહાર નીકરવું ખુબજ ખતરનાક બની જતું હતું.

60 દિવસ તો એમજ જતા રહયા પણ છેલ્લા 30 દિવસમાં તો ભાગમ ભાગ થઇ ગઈ હતી. લોકો પોતાના ઘર અને ગાડીઓ એમના એમ મૂકીને પોતાનો જીવ બચાવવા માટે ભારત ભાગવા લાગ્યા હતા.

એ સમયે ભારત પાછા આવેલા રાજેન્દ્ર વ્યાસે જણાવ્યું કે જો જીવતા રહીશું તો પૈસાતો આવી જશે પણ મારી ગયા પછી શું. એ સમયે બધા ગુજરાતીઓ પોતાની જીવ બચાવવા માટે સ્ટીમરમાં બેસીને ગુજરાત આવ્યા હતા. જે લોકોના ઘરે 5 મર્સીડીસ પડી હોય એવા લોકો પણ લાઈનોમાં ઉભા રહીને બસની રાહ જોતા હતા એવો કપરો સમય હતો.

error: Content is protected !!