કોરોનાનો પ્રકોપ જોઈને ગામના લોકો હવે ગામ છોડીને ખેતરમાં રહેવા મજબુર બન્યા…

હાલમાં કોરોનાની બીજી અને ઘાતકી લહેર ચાલી રહી છે, તેવામાં કેટલાય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખાલી બેડ પણ નથી મળી રહ્યા. આ કોરોનાની બીજી લહેર એટલી ઘાતકી બની છે કે,

હવે આ લહેર સીધી ગામડાઓમાં ઘુસી ગઈ છે અને તેથી ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં કેસો આવી રહ્યા છે. સરકાર અગાઉ પણ કહેતી હતી કે, જો આ કેસો ગામડાઓમાં જશે તો મોટી લાઈનો લાગી જશે.

પરંતુ હાલની સ્થિતિમાં એવા કેટલાક ગામો છે કે જ્યાં, આખા ગામમાં કેસો પ્રસરી ગયા છે. તેવામાં હાલમાં સાબરકાંઠાના હિંમતનગરના કેટલાક ગામોમાં કોરોનાનો ખૌફ એટલો થઇ ગયો છે કે,

કેટલાક ગામોના લોકો હવે ગામ છોડી રહ્યા છે અને જરૂરિયાતનો સામાન અને ઢોર-ઢાંખર લઈને ખેતરમાં વસવાટ કરવાની માટે જઈ રહ્યા છે. ખેતરમાં જઈને તેઓ ખુલ્લા વાતાવરણમાં જઈને ત્યાં જ વસવાટ કરવા લાગ્યા છે.

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ધુળેટા ગામમાં ગામ લોકોએ ગામ છોડીને હાલમાં ખેતરની વાત પકડી છે. આ ગામમાં કોરોનાએ મોટી સંખ્યામાં લોકોને સપેડમાં લીધા છે અને તેથી ગામના લોકો તેમના જીવ બચાવવાની માટે ખેતરની વાટ પકડી છે.

તેની સાથે સાથે અહીંયા અંદાજિત ૭ જેટલા લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. આ કોરોનાના ખૌફને લઈને લોકો પોતાનું જ ગામ છોડી દે છે અને ખેતરે રહેવા ઉપડ્યા છે.

error: Content is protected !!