રોજ સવારે આ એક લાડુ ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ, તાવ, ઉધરસ, માથુ દુખવું, થકાન થવી જેવી કેટલીક સમસ્યાઓ દૂર થઇ જશે…

હાલમાં દરેક વ્યક્તિ રોગપ્રતિકારક શકતી વધારવા માટે કેટલાય પ્રયાસો કરતા જ રહે છે,અને કેટલાય પ્રકારના વાયરસથી બચવા માંગો છો, બદલાતા વાતાવરણથી અમુક સમયે તાવ, શરદી, ઉધરસથી પણ બચવાના પ્રયાસો કરતા હોય છે,

તેની સાથે સાથે મગજ તેજ નથી ચાલતું, આખો ભારે ભારે લાગે છે અને હંમેશા માથુ દુખે છે તો, તમારે આ રોગોને દૂર કરવા વાળા અને એનર્જીથી ભરપૂર લાડુ બનાવીને ખાવાના છે.

આ લાડુને તમે કોઈ પણ ઋતુમાં ખાઈ શકો છો, તેને ખાવાથી તમને તાત્કાલિક એનર્જી મળશે જેથી આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મળશે. આ લાડુ બનાવવા માટે ટોપળાની બે કાછલી છીણી દેવાનું છે, આ નારિયેળમાં વિટામિન, અમીનો એસિડ, ફાઈબર, કાર્બો હાઈડ્રેડ, પ્રોટીન જેવા કેટલાય જરૂરી તત્વો રહેલા છે.

ત્યારબાદ એક નાની વાટકી ટેટીના બીયા લેવાના છે તે માથાના દુખાવા માટે બહુ જ ઉપયોગી છે. તેમાં બદામ પણ લેવાની છે તે મગજને તેજ કરીને, ઇમ્યુનીટી વધારે છે અને તે આપણી આંખો માટે ખુબ જ જરૂરી છે.

આ બીયા અને બદામને મિક્સ્ચરમાં પીસી દેવાના છે, ત્યારબાદ આ લાડુ બનાવવા માટે તમારે એક કડાઈમાં ઘી નાખીને ગરમ કરવાનું છે, તેમાં કારા મરીનો ભૂકો નાખવાનો છે,

તેમાં જે બદામ અને બિયાનો પાઉડર નાખ્યો હતો તે નાખવાનો છે, થોડીવાર ગરમ થવા દઈને તેમાં ટોપળાની છીણ નાખવાની છે. આ બધું શેકાઈ જાય એટલે તેમાં જરૂર પ્રમાણે ખાંડ નાખવાની છે. ત્યારબાદ તેના લાડુ બનાવી દેવાના છે.

આ લાડુ રોજે રોજ સવારે એક ખાઈ લેવાનો છે, જેથી આ જેટલી વસ્તુઓ આપણે લાડુમાં નાખી તે તમામ વસ્તુઓમાં તાવ, ઉધરસ, થકાન, રોગપ્રતિકારક શકતી અને બીજા કેટલાક વાયરલ રોગોની સામે રક્ષણ આપે છે. જેથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. આ લાડુમાં એવી બીજી કેટલીય એનર્જી રહેલી છે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!