આ ચાર વસ્તુમાંથી બનાવેલા લાડુ ખાવાથી ઢીંચણનો દુખાવો દૂર થશે…

હાલના સમયમાં દરેકે દરેક વ્યક્તિઓ કોઈકને કોઈક બીમારીનો સામનો કરતા જ હોય છે. તો સૌથી વધુ પ્રમાણમાં હાથ, પગ, ઢીંચણના દુખાવા જોવા મળતા હોય છે. તેને દૂર કરવાની માટે આપણે કેટલાય રૂપિયાની દવા કરાવતા હોઈએ છીએ. પણ આજે આપણે જાણીએ એવી ચાર વસ્તુઓ જેનાથી લાડુ બનાવીને ખાવાથી આ ઢીંચણનો દુખાવો દૂર થઇ જાય છે.

આ દુખાવાને ગોઠણનો દુખાવો પણ કહી શકાય છે, તેને દૂર કરવા મોંઘા ઓપરેશન પણ કરવા પડે છે. તેમ છતાં આ દુખાવો પીછો છોડતો જ નથી. જે લોકોને ગોઠણનો દુખાવો થાય છે તે લોકોને આ ઉપાય કરવાનો છે આ ઉપાય કરવા માટે ૨૫૦ ગ્રામ તલ લેવાના છે,

૫૦ ગ્રામ સૂંઠ પાઉડર લેવાનો છે, ૧૦૦ ગ્રામ દેશી ગોળ લેવાનો છે, ૧૦ નંગ અખરોટ લેવાના છે. ત્યારબાદ અખળોત અને તલનો પાઉડર બનાવી લેવાનો છે. ત્યારબાદ આ ગોળને બરાબર ગરમ કરવાનો છે. પછી તેમાં આ બંનેનો પાઉડર તેમાં નાખી દેવાનો છે, અને સૂંઠનો પાઉડર પણ તેમાં નાખી દેવાનો છે.

ત્યારબાદ તેના લાડવા બનાવવાના છે, તમારે આ લાડુને દરરોજ સવારે ભૂખ્યા પેટે એક લાડુ ખાવાનો છે. આવી રીતે આ લડવાનું સેવન એક મહિના સુધી કરવાનું છે અને પછી જોજો તમને અદભુત પરિણામ જોવા મળશે. તમારા ઢીંચણનો દુખાવો પલમાં દૂર થઇ જશે. આ લાડવામાં વાપરેલી વસ્તુઓ બધી જ ગુણકારી છે જે ચમત્કારિક ફાયદો આપશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!