આ લાચાર પિતા પોતાના અપંગ દીકરાની મદદ માટે સરકારી ઓફિસોના આંટા ફેરા કરી રહયા હતા પણ જે જવાબ મળ્યો એ સંભારીને પિતા ત્યાંને ત્યાંજ રડવા લાગ્યા.

મિત્રો આજે અમે તમને એક પિતાની વેદના વિષે જણાવીશું કે એક પિતા પોતાના અપંગ દીકરા માટે આજે દરદરની ઠોકળો ખાઈ રહયો છે. આ ઘટના મધ્યપ્રદેશના સાગર જિલ્લાની છે. જ્યાં એ પિતા પોતાના અપંગ દીકરાને મદદ મળી રહે તેની માટે દર દરથી ઠોકળો ખાઈ રહ્યો છે.

આ દીકરાના પિતા ગરીબ છે. પિતા મજુર કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.દીકરો અપંગ હોવાથી લાચાર પિતા પાસે એટલા રૂપિયા પણ નહતા કે તે પોતાના દીકરાની સારવાર કરાવી શકે.

ઘરમાં બે ટાઈમ ખાવાનું પણ નહતું મળી રહેતું તો પિતાએ સરકારી કચેરીઓમાં જઈ જઈને પોતાના દીકરા માટે મદદ માંગવાનું શરૂ કર્યું પણ. તેમને તરત જ બીજી જગ્યાએ મોકલી દેવામાં આવતા હતા.

આવું ઘણા સમયથી ચાલી રહ્યું હતું. દીકરો પણ ખુબજ તકલીફમાં હતો. ગઈકાલે પિતા પાછા પોતાના દીકરાને લઈને કલેકટર ઓફિસે ગયા હતા. દીકરાને બહાર મૂકીને ગયા હતા. પણ દીકરાને સાચવનારા ત્યાં કોઈ નહતું.

ત્યાંના એક કર્મચારીએ તો આટલા ધક્કા ખવડાવીને કહ્યું કે તમારા દીકરાનું આમાં નામ જ નથી તો તમને કોઈપણ જાતની મદદ નહિ મળે.આટલું સંભારતાં જ પિતાની આંખીઓ માંથી આંસુ આવી ગયા અને કહ્યું કે ગરીબ વ્યક્તિ સાથે જ હંમેશા આવું કેમ થાય છે.

ત્યાં આજુ બાજુ ઉભેલા લોકો પણ ખુબજ ગુસ્સે ભરાયા હતા. કારણ કે મદદના નામ પર લાખો રૂપિયા નહતા મળવાના પણ ખાલી દર મહિને થોડું કરિયાણું મળવાનું હતું. તે પણ આ પરિવારને આપવાની ના પાડી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!