આ વૃદ્ધ ખેડૂત પોતાની પત્નીના સાજા થવાની રાહ જોતા જોતા છેલ્લા 1 મહિનાથી હોસ્પિટલના પાર્કિંગમાં પોતાની ગાડીમાં રહેવા મજબુર.

કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના ઘરના સભ્યો ગુમાવ્યા છે. હવે કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે પણ આજે પણ એવા ઘણા લોકો છે કે જે હોસ્પિટલના ધક્કા ખાઈ રહયા છે.

અમદાવાદમાં આવેલી શેઠ મ્યુનિસિપલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલી મહિલાનો પતિ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલની બહાર ગાડીમાં પોતાની પત્નીના સજા થવાની રાહ જોઈ રહ્યો છે.

પાટણના ઝાલું બેનને કોરોના થતા તેમને સારવાર માટે રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં અંદાજિત 60 હાજરનો ખર્ચ કર્યા પછી પણ તબિયતમાં કોઈ ફેર ન પડતા

તેમના પતિ એ તેમને અમદાવાદની એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. દાખલ કર્યા પછી એક મહિનો સમય વીતી ગયો છે. આ 1 મહિનાથી ઝાલું બેનના પતિ રામભાઈ હોસ્પિટલની બહાર પોતાની ગાડીમાં જ રહી રહયા છે.

ડોક્ટરોનું કહેવું છે કે ઝાલું બેનની તબિયતમાં ધીરે ધીરે સુધારો થઇ રહ્યો છે અને થોડા દિવસોમાં તેમને રજા પણ આપી દેવામાં આવશે. હોસ્પિટલના ખર્ચના કારણે રામભાઈ પાસે અમદાવાદમાં આટલા દિવસ હોટલમાં રહી શકે તેમન નથી.

જેના કારણે તે હોસ્પિટલના પાર્કિંગમાં પોતાની ગાડીમાં જ રહે છે. રામભાઈએ કહ્યું કે મારી પત્નીને મારી જરૂર હોય માટે હું અહીં જ રહુ છુ. હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ દ્વારા રામભાઈને જમવાની સગવડ કરી આપવામ આવી છે.

રામભાઈ ખેતી કરે છે અને હાલ તેમની પાસે કોઈ આવક નથી. જેટલા પણ પૈસા હતાએ પોતાની પત્નીની સારવાર માટે ખર્ચ થઇ ગયા. હાલ સરકાર તરફથી કઈ સહાય મળે તેની રાહ જોઈ રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!