આ એક કારણથી લગ્નના અઢી વર્ષ પછી દુલ્હને પોતાની સાસરીમાં પગ મુક્યો તો સાસુએ ખુબજ ભવ્ય ગૃહપ્રવેશ કરાવ્યો.

જયારે લગ્ન થયા એટલે સાસરીમાં પુત્રવધુનું સ્વાગત ખુબજ ધૂમધામથી થતું હોય છે. પણ આજે અમે તમને એક એવી દુલ્હન વિષે જણાવીશું કે તે તેના લગ્નના બે વર્ષ પછી પોતાની સાસરીમાં ગૃહ પ્રવેશ કર્યો.

આ ઘટના રાજસ્થાનના જેસલમેરની છે. જેસલમેરના વિક્રમસિંહના લગ્ન આજથી અઢી વર્ષ પહેલા પાડોશી દેશમાં રહેતી એક યુવતી સાથે કરવામાં આવ્યા હતા, પણ લગ્નના અઢી વર્ષ થયા હોવા છતાં દુલ્હન એકપણ વાર પોતાની સાસરીમાં આવી નહતી.

જયારે વિક્રમસિંહના લગ્ન થયા ત્યારે દુલ્હનના ડોક્યુમેન્ટમાં કઈ તકલીફ હોવાથી. તે ભરત આવી શકે તેમ ન હતું વિક્રમ સિંહ લગ્ન થયાના ૩ મહિના સુધી પોતાની પત્નીને ભારત લાવાવના ઘણા પર્યત્નો કર્યા પણ તેમના બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા.

આખરે વિક્રમ સિંહ પોતાના ઘરે પાછા આવી ગયા. એવામાં વિક્રમ સિંહના દીકરાનો જન્મ પણ તેમની સાસરીમાં થયો હતો.આમને આમ ઘણો સમય વીતી ગયો વિક્રમ સિંહ પોતાની પત્નીને કોઈપણ રીતે પોતાના ઘરે લાવવા માંગતા હતા આ માટે તેમને ઘણા લોકોની મદદ માંગી આખરે આમાં અઢી વર્ષનો સમય વીતી ગયો.

જયારે પરિસ્થિતિઓ સામાન્ય થઇ ત્યારે તેમની પત્ની લગ્નના અઢી વર્ષ પછી પોતાની સાસરીમાં આવી. વિક્રમ સિંહના પરિવારને જયારે આ વાતની જાણ થઇ કે તે ખુબજ ખુશ થઇ ગયા અને પુત્રવધુનું ખુબજ ધૂમધામથી સ્વાગત કર્યું. આખરે દુલ્હનને પણ સાસરીમાં આવીને હાશકાળો અનુભવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!