દીકરીના ધૂમધામથી લગ્ન થયા અને જયારે વિદાયનો સમય આવ્યો ત્યારે માતા પિતા બોલ્યા કે અમે અમારી દીકરીને વિદાય નહિ આપીએ અને પછી જે કારણ સામે આવ્યું…

મિત્રો આજ સુધી તમે ઘણા લગ્ન જોયા હશે પણ અને આજ સુધી એવું એકપણ લગ્ન નહિ હોય કે જે સીધી રીતે સંપન્ન થયા હોય. આજે અમે તમને એક એવા જ લગ્ન વિષે જણાવીશું કે જે આજે ખુબજ ચર્ચાનો વિષય બન્યો છે.

આ ઘટના મધ્યપ્રદેશમાં શિવપૂરીની છે. જ્યાં એક દુલ્હનની વિદાય પોલીસ સ્ટેશનની કરવામાં આવી હતી. આખી કહાની જાણીને તમે પણ બોલી પડશો કે આવા લગ્ન તો કદી જોયા નથી.

યુવકના લગ્ન લલિતપૂરની એક યુવતી સાથે કરવામાં આવ્યા હતા. એમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે લગ્ન ના એક દિવસ પહેલા છોકરીવાર છોકરાના ઘરે આવી જશે અને લગ્નની બધી તૈયારીઓ છોકરાવારા કરશે અને લગ્ન છોકરાના ઘરે જ કરવામાં આવશે. પણ છોકરીવારાના સ્વાગત અને તેમની રહેવાની વ્યવસ્થા જોવે એવી કરવામાં આવી નહતી.

જેટલા મહેમાનો આવ્યા હતા. તેનાથી અડધા મહેમાનોની રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહેમાનોને રોકાવું ક્યાં એ પણ મોટો સવાલ ઉભો થયો હતો. તેનાથી દુલ્હનનો પરિવાર ખુબજ નારાજ થયો હતો. લગ્ન પછી નારાજ છોકરીના માતા પિતાએ દીકરીની વિદાય કરવાની ના પડી દીધી હતી.

વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી અને બને પરિવારો સહીત દુલ્હા, દુલ્હનને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. આખરે પોલીસ અધિકારીએ દીકરીના પરિવારને ખુબજ સમજાવ્યો અને આખરે ૧ કલાકની મહેનત બાદ દીકરીના માતા પિતા તેની વિદાય માટે રાજી થયા અને પોલીસ સ્ટેશન માંથી જ દીકરીની વિદાય કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!