મોટા ભાગના લોકો નહિ જાણતા હોય કે, મનુષ્યના મૃત્યુ પછી આત્મા આટલા કામ કરીને જ વિદાય લે છે.

મનુષ્યના મૃત્યુ પછી શું થાય છે આ વિષે લોકોના મનમાં ઘણા બધા સવાલો છે. મનુષ્યએ આના સવાલો શોધવાના ઘણીવાર પ્રયત્નો પણ કર્યા છે. જયારે પણ આપણા ઘરે અથવા આજુબાજુ માં કોઈનું મૃત્યુ થાય છે. તો આપણને સવાલો થાય છે કે આ મૃત્યુ પછી ક્યાં ગયા હશે. આ બધા પ્રશ્નોનો જવાબ ગરુડપુરાણમાં ખુબજ સચોટ રીતે આપવામા આવ્યો છે.

હિન્દૂ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી ગરુડપુરાણનું વાંચન કરવામાં આવે છે. જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય તેના 4 થી 5 કલાક પહેલા તે વ્યક્તિના પગના તરીયાથી પૃથ્વીના 16 ચક્રો અલગ થઇ જાય છે.

એટલે કે તે વ્યક્તિનો પૃથ્વી સાથેનો સબંધ ધીમે ધીમે તૂટવા લાગે છે. જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે શરીર અને આત્મા એક બીજાથી અલગ થઇ જાય છે માટે આત્મા માટે આ માનવું કે તેનો સબંધ શરીર સાથે પૂરો થઇ ગયો છે. તે ખુબજ અગરુ થઇ જાય છે. માટે તે ફરી શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે પણ તે એવું નથી કરી શકતી.

આત્મા ચુંબકીય બળના કારણે આકાશ તરફ ખેંચવા લાગે છે. જયારે મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે આત્માને તેની આજુ બાજુ રહેલા લોકો મનમાં શું વિચારી રહ્યા છે. તે એક ઘોંઘાટની જેમ સંભરાવા લાગે છે.

આત્મા લોકો સાથે વાત કરવાની કોશિશ કરે છે પણ તે કરી શકતી નથી. પછી ધીમે ધીમે આત્માને અહેસાસ થાય છે કે તેનું શરીર નાશ પામ્યું છે. આ પછી અગ્નિસંસ્કારના સમય સુધી મૃતદેહની આજુ બાજુ તરતી રહે છે અને શું થઇ રહ્યું છે તેને જોવે છે.

એવું કહેવામાં આવે છે કે આત્માને બીજી દુનિયામાં પ્રવેશ કરતા પહેલા એક લાંબી ગુફા માંથી પસાર થવું પડે છે. મૃત્યુ પછીના 12 દિવસ આત્મા માટે ખુબજ મહત્વના હોય છે. એટલે જ મૃત્યુ પછી ના રીતિ રિવાજો શ્રદ્ધાથી કરવા જોઈએ. આ માહિતી અમે હિન્દૂશાસ્ત્ર ગરુડપુરાણ માંથી લીધેલી છે.

error: Content is protected !!