આ યુવક જન્મથી જ પોતાની બંને આંખોથી જોઈ નથી શકતો તો પણ ભીખ માંગવાની જગ્યાએ આજે મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે.

આપણે બધા લોકો નાની નાની વાતોમાં હતાશ થઇ જતા હોઈએ છીએ. આજે અમે તમને જે યુવક વિષે જણાવીશું જઈ રહયા છીએ તે આપણા બધા માટે એક મહેનત અને હિંમતનું મોટું ઉદાહર છે. યુવકનું નામ મોરારી કુમાર છે અને તેમને જન્મથી જ પોતાની બંને આંખોથી દેખાતું નથી. તેમને બાળપણમાં જ ખુબજ તકલીફ પડી હતી. તેમના હિસ્સાની સંપત્તિ તેમના ભાઈએ લઇ લીધી.

તો પોતાનું પેટ ભરવા માટે મોરારી કુમારને શહેર આવવું પડ્યું. મોરારી કુમારે નક્કી કર્યું હતું કે ગમે તે થઇ જાય તે ભીખ તો કયારેય નહિ માંગે. તેમને હંમેશા મહેનત મજૂરી કરીને જ ખાશે. તે જયારે શહેરમાં આવ્યા ત્યારે તેમને ખુબજ તકલીફ પડતી હતી. કારણ કે તેમની પાસે રહેવા અને ખાવા માટે કોઈ જ જગ્યા ન હતી.

ત્યારે એક યુવકે મોરારી કુમારની આવી કામ કરવાની હિંમત જોઈને તે યુવકને થયું કે મારે આ યુવકે મદદ કરવી જોઈએ. તેને મોરારી કુમારને એક વજન કરવાનો કાંટો અને રોડ પર બેસીને વેચવા માટે થોડો સમાન આપીને મદદ કરી. આજે મોરારી કુમાર રસ્તા પર લોકોના વજન માપીને પોતાનું ગુજરાન ચલાવે છે.

મોરારી કુમારને ભલે પોતાની આંખોથી દેખાતું નથી તો પણ મહેનત કરીને ખાવામાં વિશ્વાસ રાખે છે. આજે બધા જ લોકો મોરારી કુમારની આ હિંમતની ખુબજ પ્રસંશા કરી રહ્યા છે. કે જો બધામાં આવી હિંમત હોય તો કોઈપણ વ્યક્તિ દુઃખી નહી જોવા મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!