ગરીબની કોઈ પણ મદદ નથી કરતું બધા લોકો આવીને ખાલી વાતો જ કરે છે, આ કાકાની વાત જાણીને તમે પણ રડી પડશો…

ભગવાને બનાવેલી આ દુનિયામાં દરેક વ્યક્તિઓને કોઈકને કોઈક તકલીફ પડતી જ હોય છે, આ તકલીફને દૂર કરવા માટે વ્યક્તિઓ તેમનાથી બનતા પ્રયાસો કરે જ છે. તેવામાં આપણી આજુબાજુએ જ એવા કેટલાય લોકો જોવા મળતા હોય છે કે જેમની વાત સાંભળીને આપણી આંખો પણ ભરાઈ જતી જતી હોય છે. તેવો જ એક કિસ્સો કાઠિયાવાડ ભાવનગરનો છે.

આ કાકાનું નામ અમૃતભાઈ છે, તેઓની ઉંમરે ૬૫ વર્ષની છે. તેઓ હાલમાં રોડ ઉપર ભટકીને કચરો વીણીને તેઓનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં તેમનાથી મોટા ભાઈ છે

અને તેમને એક દીકરો પણ છે. તેમના પત્નીનો સ્વર્ગવાસ પણ થઇ ગયો છે. હાલમાં તેઓને કોઈ રાખતું નથી જેથી તેઓ રોડ ઉપર રહીને કચરો વીણીને તેઓનું જાતે જ ભરણપોષણ કરે છે.

અમૃતભાઈનું એવું કહેવું છે કે, તેમનો દીકરો બોટાદ રહે છે અને તેઓ અહીંયા ભાવનગર પાસે એક હાઇવે પર ફરીને કચરો-ભંગાળ ઉપાડવાનું કામ કરે છે. આ કામ કરીને તેઓ તેમનું જાતે જ ગુજરાન ચલાવે છે.

હું જાતે મહેનત કરીને મારુ ગુજરાન ચાલવું છું. ખરેખર આ કુદરતની આ દુનિયામાં એવા કેટલાય લોકો હોય છે જેમને તેમનું એક ટાઈમનું ખાવા માટે પણ ફાંફા પડતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!